Get The App

વિશ્વની 10 સૌથી જૂની ભાષાઓ, જેમાં ભારતની પણ બે ભાષાઓનો સમાવેશ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
વિશ્વની 10 સૌથી જૂની ભાષાઓ, જેમાં ભારતની પણ બે ભાષાઓનો સમાવેશ 1 - image


Oldest languages of the World: વિશ્વમાં કેટલી ભાષાઓ છે તેનો ચોક્કસ જવાબ આપવો શક્ય નથી. એક અંદાજ મુજબ, વિશ્વમાં ભાષાઓની કુલ સંખ્યા અંદાજે 6809 છે, જેમાંથી 90 ટકા ભાષાઓ બોલનારાઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. લગભગ 200 થી 150 ભાષાઓ છે જે 10 લાખથી વધુ લોકો બોલે છે. લગભગ 357 ભાષાઓ છે જે ફક્ત 50 લોકો જ બોલે છે. એટલું જ નહીં, એવી 46 ભાષાઓ પણ છે જેમના બોલનારાઓની સંખ્યા માત્ર 1 છે. તો આજે દુનિયાની સૌથી જૂની 10 ભાષાઓ વિષે જાણીશું. 

સંસ્કૃત

સંસ્કૃત એ પ્રાચીન ભારતીય ભાષા છે. સંસ્કૃત ભાષા ઇસુના જન્મના 5000 વર્ષ પહેલા બોલાતી હતી. વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સંસ્કૃતને સૌથી જૂની ભાષા માને છે. સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. અત્યારે સંસ્કૃતનો ઉપયોગ વાતચીતમાં ભાગ્યે જ થાય છે, પરંતુ આજે પણ આ ભાષાનો ઉપયોગ પૂજા અને કર્મકાંડમાં થાય છે.

તમિલ

તમિલ ભાષા પણ વિશ્વની સૌથી જૂની ભાષાઓ માંથી એક છે, તે દ્રવિડ પરિવારની સૌથી જૂની ભાષા છે. તમિલ ભાષાને સંસ્કૃત ભાષા કરતાં પણ જૂની ગણવામાં આવે છે. લગભગ 5,000 વર્ષ પહેલા તેનો ઉપયોગ થતો હતો. એક સર્વે મુજબ, દરરોજ 1863 અખબારો તમિલ ભાષામાં પ્રકાશિત થાય છે અને હાલમાં તમિલ ભાષા બોલનારાઓની સંખ્યા લગભગ 8 કરોડ છે. તેમજ હાલમાં તમિલ માત્ર ભારત, શ્રીલંકા, સિંગાપોર અને મલેશિયામાં બોલાય છે.

લેટિન

લેટિન એ પ્રાચીન રોમન સામ્રાજ્યની સત્તાવાર ભાષા હતી. સંસ્કૃતની જેમ આ ભાષા પણ શાસ્ત્રીય ભાષા છે. તેમાંથી ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, રોમાનિયન, પોર્ટુગીઝ અને આજની સૌથી લોકપ્રિય ભાષા અંગ્રેજીની ઉત્પત્તિ થઈ છે. હાલમાં તે રોમન કેથોલિક ચર્ચની ધાર્મિક ભાષા અને વેટિકન સિટીની સત્તાવાર ભાષા છે. યુરોપમાં ખ્રિસ્તી ધર્મના વર્ચસ્વને કારણે, લેટિન એ મધ્યકાલીન અને પ્રારંભિક આધુનિક સમયગાળામાં લગભગ સમગ્ર યુરોપની આંતરરાષ્ટ્રીય ભાષા હતી.

ઇજિપ્તીયન/ મિશ્ર

ઇજિપ્તીયન સંસ્કૃતિને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક ગણવામાં આવે છે. ઇજિપ્ત ભાષા આફ્રો-એશિયન ભાષાકીય પરિવારની છે. આ ભાષા 3400 બીસીની આસપાસ બોલાતી હતી. જો કે, આજે માત્ર મુઠ્ઠીભર લોકો જ આ ભાષા વાપરે છે.

હિબ્રુ

હિબ્રુ ભાષા લગભગ 3000 વર્ષ જૂની છે. તે યહૂદીઓની પ્રચલિત ભાષા હતી, હાલમાં તે ઇઝરાયેલની સત્તાવાર ભાષા છે. ઇઝરાયલી લોકોના કારણે તે લુપ્ત થતી બચી ગઈ છે. યહૂદી સમુદાય દ્વારા તેને 'પવિત્ર ભાષા' તરીકે ગણવામાં આવે છે તેમજ તેમાં બાઇબલનો જૂનો નિયમ લખાયેલો છે. ભાષા હિબ્રુ લિપિમાં લખવામાં આવે છે.

ગ્રીક

ગ્રીક ભાષા એ યુરોપની સૌથી જૂની ભાષા છે, જે 1450 બીસી પહેલા બોલાતી હતી. ગ્રીક ભાષા ગ્રીસ, અલ્બેનિયા અને સાયપ્રસમાં બોલાતી હતી. 15 મિલિયનથી વધુ લોકોએ આ ભાષાનો ઉપયોગ કરતા હતા. હાલમાં, ગ્રીક ભાષા બોલતા લોકો ગ્રીસ, અલ્બેનિયા અને સાયપ્રસ તેમજ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં જોવા મળે છે.

ચાઈનીઝ ભાષા

ચીની ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. આ ભાષા ચીન અને પૂર્વ એશિયાના દેશોમાં બોલાય છે. ચાઈનીઝ ભાષા ચીન-તિબેટીયન ભાષા પરિવારમાંથી આવે છે, જે વાસ્તવમાં ઘણી ભાષાઓ અને બોલીઓનો સમૂહ છે. પ્રમાણભૂત ચાઇનીઝ વાસ્તવમાં "મેન્ડરિન" તરીકે ઓળખાતી ભાષા છે. આ ભાષા ખ્રિસ્તના આગમન કરતાં લગભગ 1200 વર્ષ જૂની છે. હાલમાં, લગભગ 1.2 અબજ લોકો ચાઈનીઝ ભાષા બોલે છે.

અરેમિક

આજે અરેમિક ભાષા હિબ્રુ અને અરબી ભાષાઓમાં ભળી ગઈ છે. તે સામાન્ય રીતે બાઇબલની ભાષા તરીકે ઓળખાય છે. વિદ્વાનો માને છે કે આ ભાષા ભગવાન ઇસુ અને તેમના શિષ્યો દ્વારા બોલાતી ભાષા છે. જો કે હવે આ ભાષા લુપ્ત થવાની આરે છે કારણ કે તે બોલતા મોટાભાગના લોકો નિવૃત્તિની ઉંમરના છે. આજે પણ આ ભાષા ઈરાક, ઈરાન, સીરિયા, ઈઝરાયેલ અને લેબનોનમાં માત્ર થોડા લોકો જ બોલે છે.

આર્મેનિયન

આર્મેનિયન ભાષા, જે ઈન્ડો-યુરોપિયન ભાષાકીય જૂથનો પણ એક ભાગ છે, તે આર્મેનિયન લોકો દ્વારા બોલવામાં આવે છે. પાંચમી સદીમાં લખાયેલ બાઇબલ તેનું સૌથી જૂનું અસ્તિત્વમાંનું સ્વરૂપ છે. આર્મેનિયન ભાષાની ઉત્પત્તિ 450 બીસીમાં થઈ હતી. અત્યારે લગભગ 5 ટકા લોકો આ ભાષા બોલે છે. આ ભાષા મેસોપોટેમીયા અને કાકેશસની મધ્ય ખીણો અને કાળા સમુદ્રના દક્ષિણ-પૂર્વીય પ્રદેશમાં બોલાય છે. આ પ્રદેશ આર્મેનિયન જ્યોર્જિયા અને અઝરબૈજાન (ઉત્તર-પશ્ચિમ ઈરાન) માં આવે છે. તે આર્મેનિયા પ્રજાસત્તાકની સત્તાવાર ભાષા છે.

કોરિયન ભાષા

કોરિયન ભાષા લગભગ 600 બીસીથી બોલાય છે. હાલમાં લગભગ 8 કરોડ લોકો કોરિયન ભાષા બોલે છે. આ ભાષાની લિપિ હંગુલ છે. પ્રાચીન સમયમાં, ચાઇનીઝ લોકો કોરિયામાં સ્થાયી થયા હતા, તેથી કોરિયન ભાષા ચાઇનીઝ ભાષાથી ખૂબ પ્રભાવિત છે.

વિશ્વની 10 સૌથી જૂની ભાષાઓ, જેમાં ભારતની પણ બે ભાષાઓનો સમાવેશ 2 - image


Google NewsGoogle News