10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ'

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 1 - image

નિયોમ ડેવલપમેન્ટમાં સૌથી જાણીતો અને સૌથી મોટો પ્રોજેક્ટ 'ધ લાઇન' છે.આ સિવાય નિયોમમાં 'ઓક્સાગોન', 'ટ્રોજેના', 'સિન્દાલાહ', 'લેજા', 'એપીકોન', 'સિરાન્ના', 'ઉટામો', 'નોર્લાના', 'એક્વેલમ' અને 'ઝેનોર' નામના શહેરો પણ હશે.

દુબઈ એક સમયે વિશ્વના કોઇપણ સામાન્ય શહેર જેવું જ હતું. પરંતુ, શેખના સપનાએ રણમાં ગુલાબ ખીલવ્યું અને આજે દુબઈ વિશ્વનું સૌથી મોટું રિયલ એસ્ટેટ માર્કેટમાંનું એક છે. દુબઈ પરથી પ્રેરણા મેળવીને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 500 બિલિયન ડોલરના ખર્ચે ફ્યુચર પ્રોજેક્ટ સિટી 'નિયોમ' બનાવવાનો નિર્ણય કર્યો છે. ગ્રીક અને અરબીના મિશ્રણ એવા નિયોમનો મતલબ નવું જીવન થાય છે. આ સિટી સાઉદી અરેબિયાને વિશ્વના ટોચના દેશમાં સ્થાન અપાવવા માટે સક્ષમ છે. ઉત્તર પશ્ચિમ સાઉદી અરેબિયામાં આકાર લઈ રહેલો આ મેગા પ્રોજેક્ટ 26,500 સ્કેવર કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લેશે. આ પ્રોજેક્ટ માત્ર ભૌગોલિક સ્થાન કરતાં ઘણું વધારે છે. લાલ સમુદ્ર અને પહાડો વચ્ચે આવેલા નિયોમમાં ટેકનોલોજી અને પ્રકૃતિઓનો અદભૂત સમન્વય છે. 10 અલગ અલગ પ્રદેશોમાં ફેલાયેલો આ પ્રોજેકટ સપનાઓની શક્તિની સાથે માનવ સંકલ્પની મક્કમતાને દર્શાવે છે.

વિશ્વનો સૌથી મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ 

લાઈન પ્રોજેક્ટ

170 MTR શહેરની લંબાઈ 500 MTR ઊંચી બિલ્ડિંગો 200 MTR  બિલ્ડિંગો વચ્ચે અંતર

ધ લાઈન પ્રોજેક્ટમાં 170-કિલોમીટર લાંબા શહેરનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. લાઈન પ્રોજેકટમાં આખું શહેર બે 500 મીટર ઊંચી સમાંતર હાઈરાઈસ બિલ્ડિંગ્સમાં પ્લાન કરવામાં આવ્યું છે. આ બંને ઈમારતો એકબીજાથી 200 મીટરના અંતરે હશે. જેમાં બહારની તરફ અરીસા લગાવેલા હશે. આ પ્રોજેકટને અમેરિકન આકટેક્ચર સ્ટુડિયો મોર્ફોસિસ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. જ્યારે, અસંખ્ય અન્ય આકટેક્ટ્સે શહેરના 800-મીટર-લાંબા પાર્ટને ડિઝાઈન કર્યા છે. મોર્ફોસિસના સ્થાપકે કહ્યું હતું કે, એવી કોઈ વ્યક્તિ નથી જે આ પ્રોજેક્ટનો ભાગ બનવા ન માંગતી હોય. જ્યારે, કૂક હેફનર આકટેક્ચર પ્લેટફોર્મના સહ-સ્થાપક કૂકે કહ્યું હતું કે, જો આ પ્રોજેકટ સફળ થશે, તો તે એક નવું બેબીલોન બનશે.

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 2 - image

સિરાન્ના

ઈનોવેશન અને લક્ઝરીના સમન્વયથી બનશે વેકેશન સ્પોટ

નિયોમે આ વર્ષે જ ઉત્તર પશ્ચિમ સાઉદી અરેબિયામાં વેકેશન માટેનું નવુ સ્પોટ સિરાન્ના રજૂ કર્યું છે. ઈનોવેશન અને લકઝરીના સમન્વય સમાન સિરાન્નામાં આર્કિટેક્ટે પર્યાવરણને બચાવવા ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અહીં, પર્વતો અને જંગલ વિસ્તાર જેવો વિસ્તાર બનાવવામાં આવશે. આ સાથે જ તાજેતરમાં સાઉદી ક્રાઉન પ્રિન્સે ગોલ્ફ માટેના ખાસ પ્રોજેક્ટ ગિદોરીની જાહેરાત કરી છે. ગિદોરી એક પ્રાઈવેટ ગોલ્ફ કમ્યુનિટી તરીકે વિકસાવવામાં આવશે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 3 - image

ઝેનોર

વિશ્વનો સૌથી મોટો શોપિંગ મોલ બનશે આકર્ષણનું કેન્દ્ર

નિયોમના ઝેનોર પ્રોજેક્ટ વિશ્વનો શોપિંગ મોલ બનાવવાના વિઝન સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ખાનગી પૂલ, બીચ સાઈડ રિલેક્સેશન લાઉન્જ, ફાઈન ડાઈનિંગ, સ્પેશિયલ મનોરંજન સ્થળો અને વર્લ્ડ કલાસ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફેશન જગતની ટોપ બ્રાન્ડ્સને ઝેનોરના અપસ્કેલ સ્ટોર્સમાં સ્થાન અપાશે. બીચ રિસોર્ટ ટાઉન ઝેનોર વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ રહેવાની સંભાવના છે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 4 - image

ઓક્સાગોન

સમુદ્રી જહાજોને જોડવા તરતું બંદર હશે વિશ્વનું સૌથી મોટું ફ્લોટિંગ સ્ટ્રક્ચર

સાઉદી અરેબિયાના ડુબા શહેરની નજીક લાલ સમુદ્રના કિનારે ઓક્સાગોને સુએઝ કેનાલ પર મુસાફરી કરતા જહાજો સાથે જોડવા માટે તરતા બંદર શહેર તરીકે પ્લાન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ અષ્ટકોણ બંદરને ડેનિશ સ્ટુડિયો  દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ શહેર આંશિક રીતે જમીન પર અને તેનો વિશાળ ભાગ સમુદ્રમાં પ્લાન કરવામાં આવ્યો છે. નિયોમના ડેવલપર્સ અનુસાર, આ ઓફ-શોર સેક્શન જ્યારે પૂર્ણ થશે ત્યારે વિશ્વનું સૌથી મોટું ફ્લોટિંગ સ્ટ્રક્ચર હશે. આ શહેરમાં બંદર સુવિધાઓ સાથે ક્ઝ ટમનલ અને સમુદ્રશા રિસર્ચ સેન્ટર બનશે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જણાવ્યું હતું કે, ધઓક્સાગોન ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસ માટેના વિશ્વના અભિગમને પુનઃવ્યાખ્યાયિત કરવા, પર્યાવરણની સુરક્ષા સાથે નોકરીઓનું સર્જન કરવા અને નિયોમના વિકાસમાં યોગદાન આપશે.

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 5 - image

નોર્લાના

30000 રહેવાસીઓ માટે ઘર જેમાં 711 દરિયાકાંઠે બનાવાશે 

અકાબાના દરિયાકાંઠાના અખાતમાં સ્થિત નોર્લાના વિશ્વમાં લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનો બેન્ચમાર્ક બનવા માંગે છે. નોર્લાનામાં 711 ઘર દરિયાકાંઠે બનાવવામાં આવ્યા છે. આ સાથે જ મરિના અને પર્વતોમાં આવેલો ગોલ્ફકોર્સ આકર્ષણનું કેન્દ્ર છે. લગભગ 30,000 રહેવાસીઓ માટેના આ દરિયાકાંઠાના યાચિંગ ટાઉનનો હેતુ પાણી અને પર્વતીય કુદરતી સુંદરતાની આસપાસ ખાસ ડિઝાઈન તૈયાર કરવાનો છે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 6 - image

ટ્રોજેના

330મીટર ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગ જ્યાં 2029ની એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન થશે

અકાબાના અખાતથી લગભગ 50 કિલોમીટર દૂર સાઉદી અરેબિયાના તાબુક પ્રદેશના પર્વતોમાં 'ટ્રોજેના'ને સ્કી અને એડવેન્ચર રિસોર્ટ તરીકે વિકસીત કરવામાં આવી રહ્યું છે. આ રિસોર્ટે 2022 માં વૈશ્વિક ધ્યાન ખેંચ્યું હતું .જ્યારે જાહેરાત કરવામાં આવી હતી કે, તેણે 2029 એશિયન વિન્ટર ગેમ્સની યજમાની જીતી છે. આ પ્રોજેકટમાં વિશ્વની અનેક જાણીતી આકટેક્ચર ફર્મ કામ કરી રહી છે. જર્મન સ્ટુડિયો લાવાએ તેનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં, એક આટફિશિયલ લેકની આસપાસ શહેર વસાવવામાં આવ્યું છે. એક પર્વતની ટોચ પર સ્કી રિસોર્ટ ડિઝાઈન કરવામાં આવ્યો છે. યુકે સ્ટુડિયો ઝાહા હદીદ આકટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરાયેલ ડિસ્કવરી ટાવર નામની 330-મીટર-ઉંચી હાઈરાઈઝ બિલ્ડિંગ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ પ્લાનમાં યુએન સ્ટુડિયો, એડાસ, મેકાનો અને બ્યુરો પ્રોબેટ્સ સહિતના આકટેક્ચર સ્ટુડિયોઝ દ્વારા હોટેલ્સ અને અન્ય આકર્ષણો ડિઝાઈન કરવામાં આવ્યા છે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 7 - image

લેજા

ખીણની અંદર લકઝુરિયસ હોટેલ

લેજાએ અકાબાના અખાત પર બાંધવામાં આવેલા છ હોટેલ રિસોર્ટમાંથી એક છે. તેમાં ત્રણ લકઝુરિયસ હાઈ એન્ડ બુટિક હોટેલ્સ હશે જેને શૌન કિલ્લા, મારિયો કુસિનેલા અને ક્રિસ વાન ડુઇજન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ હોટેલ્સ 400 મીટર ઉંચી દિવાલોવાળી ખીણની અંદર સ્થિત હશે, જેમાં એડવેન્ચર હોટેલની ડિઝાઇનમાં ટેકરીઓ પર સ્ટેપ્સની ડિઝાઈન કરવામાં આવી છે. ઇટાલિયન આકટેક્ટ કુસિનેલા 'ઓએસિસ' નામની હોટેલની ડિઝાઇન કરવાના છે.  જેમાં ખડકોમાંથી જીઓમેટ્રીક એટલે કે, ભૌમિતિક ડિઝાઈન ઊભરીને બહાર આવશે. જ્યારે કિલ્લા ડિઝાઇનના સ્થાપક 'કિલ્લા વેલનેસ' નામની હોટેલની ડિઝાઇન કરશે. જેમાં ધ લાઇનની જેમ જ બહારના ભાગમાં અરીસા હશે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 8 - image

સિન્દાલાહ

88 વિલા 413 રૂમ 333 એપાર્ટમેન્ટ્સ

નિયોમના 10 સિટીમાં સૌથી પહેલા બની રહેલું સિન્દાલાહ એક લકઝુરિયસ આઈલેન્ડ રિસોર્ટ છે. જે 'ધ લાઇન'ની આયોજિત સાઇટની નજીક લાલ સમુદ્રમાં બની રહ્યું છે. નિયોમના ડેવેલોપર્સના જણાવ્યા અનુસાર,આ  આઈલેન્ડ રિસોર્ટને ઇટાલિયન સુપરયાટ અને આકટેક્ચર સ્ટુડિયો લુકા ડિની ડિઝાઇન એન્ડ આકટેક્ચર દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે જ સિન્દાલાહ તેના પ્રથમ મહેમાનોનું સ્વાગત કરશે. આ રિસોર્ટમાં 413 રૂમ અને 88 વિલા સાથે ત્રણ મોટી હોટેલ્સ હશે, જેમાં 333 એપાર્ટમેન્ટ્સ હશે. જે મરિના અને કેટલાક ગોલ્ફ કોર્સની આસપાસ બનાવવામાં આવશે.સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જણાવ્યું હતું કે, સિંદલાહ લાલ સમુદ્રમાં નિયોમનું પ્રથમ વૈભવી ટાપુ અને યાટ ક્લબ ડેસ્ટિનેશન હશે. જે લાલ સમુદ્રને એક મનોહર પ્રવેશદ્વાર પ્રદાન કરશે અને સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ બનશે. જેમાં, પ્રવાસીઓ નિયોમ અને સાઉદી અરેબિયાની સાચી સુંદરતાનો અનુભવ કરી શકશે. પાણીની ઉપર અને નીચે, સિંદલાહ વૈભવી મુસાફરીનું વૈશ્વિક કેન્દ્ર બનશે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 9 - image

એપીકોન

225 & 275 મીટર ઊંચા બે ટાવર બનાવાશે 

સાઉદી અરેબિયાના ઉત્તરીય કિનારે સ્થિત 'એપીકોન'માં સુપર લક્ઝુરિયસ બંગલા, બીચ વિલા અને રિસોર્ટ્સ સાથે રહેવાસીઓને 'કિંગ' જેવો અહેસાસ કરાવવાનો હેતુ છે. આ પ્રોપર્ટીમાં બે ટાવર હશે. જેમાં, એક 225 મીટર ઊંચુ જ્યારે, બીજું 275 મીટર ઊંચુ હશે. આ બંનેમાં 41 ટોપ હોટલ્સ અને એપાર્ટમેન્ટ્સ હશે. 

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 10 - image

ઉટામો

આર્ટ અને મનોરંજનનું એપીસેન્ટર બનશે જ્યાં કલાકારોને મળશે પ્લેટફોર્મ

નિયોમમાં કલા અને મનોરંજનના સ્થળ તરીકે 'ઉટામો' બનાવવામાં આવી રહ્યું છે. અકાબાના અખાતના પર્વતની અંદર સ્થિત, ઉટામોની ઇવેન્ટ સ્પેસને વૈશ્વિક કલાકારો, મ્યુઝિકલ ઇવેન્ટ્સ, પ્રદર્શનો અને આર્ટ ઈવેન્ટ્સ હોસ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. રિકાર્ડા બોફિલ ટેલર ડી આકટેક્ચર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ સ્થળનો હેતુ પરંપરાગત મનોરંજનના અનુભવોને ટેકનોલોજી સાથે જોડવાનો છે. સાઉદી સરકાર તેને ફ્યુચર થિયેટર તરીકે વિકસીત કરી રહ્યું છે.

10 સૌથી મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ : સાઉદીનું રૂપિયા 41 લાખ કરોડના ખર્ચે આકાર લઈ રહેલું 'નિયોમ' 11 - image


Google NewsGoogle News