બ્રાઝિલનાં પ્રેમેડોમાં વિમાન મકાનો સાથે અથડાતાં 10નાં મોત, 17ને ભારે ઈજા
- વિમાન સળગી ઊઠતાં તેના ધૂમાડાથી અનેકને ગૂંગળામણ, બે ને ભારે દાહ પણ થયા હતા, તેમની સ્થિતિ ગંભીર
દક્ષિણ બ્રાઝિલના સી-રિસોર્ટ પ્રેમેડોમાં એક નાનું વિમાન નીચે પડતાં મકાનો સાથે અથડાયું હતું અને પછી તૂટી પડયું હતું. તે દુર્ઘટનામાં ૧૦ના મોત થયા હતાં. ૧૭ને ભારે ઈજાઓ અને દાહ થયા. આ દાઝેલી વ્યક્તિઓ પૈકી બેની સ્થિતિ ગંભીર હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
આ માહિતી આપતા નજીકના શયો-ગ્રાન્ડે દ'સુલ સ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ૧૦ના તો સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. જયારે ૧૭ને ઇજાઓ થઈ હતી. દાહ પણ થયા હતા. આ દાઝેલી વ્યક્તિઓ પૈકીની બેની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. તેમ પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ દુર્ઘટનાની માહિતી આપતાં સી.એન.એન. જણાવે છે કે, પહેલા તે વિમાન એક મકાનની ચીમની સાથે અથડાયું, ત્યાંથી સામેની બાજુએ આવેલા રહેણાકના કોમ્પલેક્ષ સાથે અથડાયું ત્યાંથી એક ફર્નિચર સ્ટોર સાથે અથડાઈ ગયું. તેથી તેના ટુકડા એક રહેવા-જમવાની હોટેલ સાથે પણ અથડાયા.
આ દુર્ઘટનામાં કોઈ બચ્યું હોવાની સંભાવના જ નથી. પરંતુ, વિમાન સળગી ઊઠતાં તેની ઝાળ લાગતા આજુબાજુના ૧૭ને ભારે ઈજાઓ પણ થઈ હતી. દાહ પણ થયા હતા. આ દાઝેલાઓ પૈકીની બેની હાલત ઘણી ગંભીર હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ વિમાનના પ્રવાસીઓ દક્ષિણ બ્રાઝિલમાં આવેલા સી-રિસોર્ટમાં ક્રિસમસની ઊજવણી કરવા જઈ રહ્યા હતા. તેમ વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે.