અમેરિકામાં ૧ વર્ષના બાળકનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, માતાનો પ્રેમી પર આરોપ
૧ મે ના રોજ સિનસિનાટી ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
૧ મે ના રોજ સિનસિનાટી ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
સિનસિનાટી,૨૩ મે,૨૦૨૪, ગુરુવાર
નાની ઉંમરે હ્વદયરોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે પરંતુ અમેરિકાના ઓહાયોમાં એક વર્ષના બાળકનું કાર્ડિયેક એરેસ્ટથી મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુએસના સિનસિનાટી ખાતે બાળકની માતાના બોયફ્રેન્ડે બિવડાવીને ફટકારતા બાળકનું મોત થયું હતું. ૨૩ વર્ષની એડવર્ડ મૂરે અને બાળકની માતા અમિનાતા કીતા છેલ્લા ત્રણ મહિનાથી એક બીજાને ડેટ કરી રહયા હતા. આ દરમિયાન એડવર્ડ મૂરે પર બાળક કરીમને ફટકારવાનો આરોપ લાગ્યો હતો.
કરીમના શરીર પર કેટલીક ગંભીર પ્રકારની ઇજ્જાઓ જોવા મળતા માતા અમિનાતા કીતાએ ૧ વર્ષના પુત્ર કરીમને ૧ મે ના રોજ સિનસિનાટી ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ૫ મે સુધી કરીમની સારવાર ચાલી છેવટે તબીબોએ કાર્ડિયાક અરેસ્ટથી મુત્યુ થયું હોવાનું કારણ આપ્યું હતું. તબીબોએ જોયું હતું કે બાળકનું લિવર ખરાબ થઇ ગયું હતું, આંખોમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
આ ઉપરાંત પણ સમગ્ર બોડીનું નીરિક્ષણ કરતા કાર્ડિયાક અરેસ્ટ જણાયો હતો. બાળકને બિવડાવીને મારવામાં આવ્યું હોવાનું શરીરમાંની કેટલીક ઇજ્જાઓ પરથી સાબીત થતું હતું. કરીમના મુત્યુને હત્યા સાથે સરખાવીને પ્રેમી એડવર્ડ પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. એડવર્ડની ધરપકડ કરીને પુૂછપરછ કરવામાં આવી છે. એડવર્ડનું કહેવું હતું કે કરીમ ઘરની બહાર રમતો હતો. ત્યારે તેને ઉપાડીને ઘરની અંદર લાવ્યો અને બિસ્તર પર સુવાડી દીધો હતો. કરીમના શરીર પર ઇજ્જાઓના નિશાન અંગે કશું જ સ્પષ્ટીકરણ કરવાનો ઇન્કાર કર્યો હતો.