યુક્રેન સામેના યુધ્ધ માટે વધુ 1.37 લાખ સૈનિકોની ભરતી કરાશે, રશિયન સેનાનુ સંખ્યાબળ 22 લાખ થશે
મોસ્કો,તા.2.ડિસેમ્બર.2023
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ શરૂ થયેલા યુધ્ધને 22 મહિના થઈ ગયા છે પણ આ જંગનો અંત આવતો દેખાતો નથી.
હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ધીરજ ખૂટી રહી છે. પુતિન હવે રશિયન સેનાના 22 લાખ સૈનિકોને જંગમાં ઉતારવા માંગે છે. આ માટે રશિયન સેનામાં 1.70 લાખ વધારાના સૈનિકોને સામેલ કરવાનો આદેશ અપાયો છે.
રશિયન સેનામાં પહેલેથી 13.20 લાખ સૈનિકો સામેલ હતા. ઓગસ્ટ 2022માં પુતિને વધારાના સૈનિકોની ભરતી કરવાનો આદેશ આપ્યા બાદ રશિયન સૈન્યનુ સંખ્યાબળ 20 લાખ પર પહોંચી ગયુ હતુ. હવે રશિયા બીજા 1.70 લાખ લોકોને સૈન્યમાં જોડવા માંગે છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે, જે પણ લોકો સેનામાં જોડાવા માંગતા હોય તેમને ભરતી કરવામાં આવશે. યુક્રેનમાં ચાલી રહેલો સંઘર્ષ વિશેષ સૈન્ય અભિયાન છે અને રશિયાની સીમા નજીક નાટો દેશોની સંયુક્ત સૈન્ય ટુકડીઓને હથિયારો સાથે તેમજ વધારાની એર ડિફેન્સ સિસ્ટમ સાથે તૈનાત કરવામાં આવી રહી છે. નાટોની હિલચાલને જોતા રશિયાએ પોતાની સંરક્ષણ ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે.