Get The App

નવીન અને નિતીશ બંને રાજકીય નિવૃત્તિ તરફ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
નવીન અને નિતીશ બંને રાજકીય નિવૃત્તિ તરફ 1 - image


- બંને સામે ભ્રષ્ટાચારનો કોઇ આરોપ નથી

- ઇનસાઇડ સ્ટોરી

- સતત એક હેલ્પર રાખવો પડે છે તેમજ તેમનો કોઇ રાજકીય વારસદાર નથી

લોકસભાના વર્તમાન જંગમાં બે વર્તમાન મુખ્ય પ્રધાનોના ભાવિ પણ સંકળાયેલા છે. તેમાંના એક બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર છે અને બીજા ઓડીસાના મુખ્યપ્રધાન નવીન પટનાયક છે. નિતીશ કુમારે લોકસભાના જંગમાં વિપક્ષી જોડાણને છોડીને ભાજપમાં જોડાતા વિપક્ષોને મોટો ફટકો માર્યો હતો. રાજકારણમાં તેમને પલટુરામ કહેવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપ નિતીશ કુમાર પર પ્રેશર વધારીને મહત્વના ખાતા માંગશે. જો ભાજપ સતત ત્રીજીવાર સરકાર બનાવી શકશે તો નિતીશ કુમારે ભાજપને સરંડર થવું પડશે એમ મનાય છે.

નિતીશ કુમારની તબિયત પણ તેમને બહુ સાથ નથી આપતી. તેમનો કોઇ રાજકીય વારસદાર નથી. માટે તેમને રાજકારણ છોડવાને બહુ હરખ શોક નહીં થાય પરંતુ ભાજપ તેમના હાથે બિહારના ગુંડારાજનો સફાયો કરશે એમ મનાય છે. 

ભાજપનો બિહારનો સૌથી મોટો અને ભરોસામંદ ચહેરો સુશીલ કુમાર મોદીનું નિધન થતાં ભાજપે નવો ચહેરો શોધવો પડશે જેે લાલુ પ્રસાદના ફેમિલી સાથે ટકરાઇ શકે. જો ઇન્ડિ ગઠબંધન જીતશે તો લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલી ફરી બિહાર પર કબજો જમાવવા પ્રયાસ કરશે. બંને કેસમાં નિતીશ કુમાર માટે તકલીફ ઉભી થવાની છે. 

નિતીશ કુમારની તબિયત તેમને સાથ નથી આપતી. તેમની સાથે એક હેલ્પર રાખવો પડે છે જે તેમનો હાથ પકડી રાખે છે. જેમ નિતીશ કુમારનો હાથ પકડી રાખવો પડે એમ ઓડીસાના મુખ્યપ્રધાન માટે પણ સતત એક હેલ્પર રાખવો પડે છે. 

 નવીન પટનાયકનો પણ કોઇ રાજકીય વારસદાર નથી. ઓડીસામાં લોકસભાની સાથે વિધાનસભાનો પણ જંગ છે. ભાજપ આ વખતે રાજ્ય વિધાનસભા જીતવા દાવો કરી રહ્યું છે. ભાજપના નેતાઓ વારંવાર કહે છે કે આ પહેલાં મુખ્યપ્રધાન એવા છે કે જેમને રાજ્યની ભાષા નથી આવડતી. 

ઓડીસાની બીજુ પટનાયકની સરકાર એન્ટી ઇન્કમબન્સીનો કેટલો સામનો કરી શકે છે તે જોવાનું રહ્યું છે. નવીન પટનાયકના પિતા પણ મુખ્ય પ્રધાન હતા. તેમના મૃત્યુબાદ નવીન રાજકીય ગાદી પર બેઠા હતા પરંતુ તેમનો કોઇ રાજકીય વારસદાર નથી તેમજ તેમની તબિયત તેમને સાથ નથી આપતી. ભાજપે નવીન પટનાયક સાથે જોડાણનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ઓડીસામાં લોકસભાની ૨૧ બેઠકો છે. 

ઓડીસા પર કબજો ભાજપ માટે આસાન નથી કેમકે તેની સ્પર્ધામાં કોંગ્રેસ પણ છે. નિતીશ કુમાર અને નવીન પટનાયક બંને વચ્ચે સામ્ય એ છે કે બંને જરૂર પડે ભાજપને મદદ કરી છે. મહત્વના બીલોમાં નવીન પટનાયકે સત્તાધારી પક્ષ ભાજપને ટેકો આપ્યો હતો. ભાજપ અને પટનાયક વચ્ચે બહુ સારા સંબંધો નથી એવુંજ એક સમયે નિતીશ કુમાર માટે હતું.

ભારતના રાજકારણમાં બિહારમાં નિતીશે અને ઓડીસામાં પટનાયકે શાસન કર્યું છે. બંને સામે નારાજગી અને અણગમામાં વધારો થયેલો છે. જોકે બંને સામે ભ્રષ્ટાચારનો કોઇ આરોપ નથી. લોકસભાના પરિણામો બાદ બંનેના ભાવિ નક્કી થશે એમ મનાય છે.

આ બંને મુખ્યપ્રધાનો પ્રતિભાવંત હોવા છતાં તેમનું આરેાગ્ય અને તેમની સામેનું એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર તેમને સાથ નથી આપી રહ્યું.


Google NewsGoogle News