ભારતનું ઇવી માર્કેટ ચાર્જીંગ સ્ટેશનોના વિવાદમાં અટવાયું
- ગડકરી અને પીયૂષ ગોયલના પ્રયાસો
- ઇનસાઇડ સ્ટોરી
- હાલમાં ભારતનો ઓટો ઉદ્યોગ વિશ્વમાં ત્રીજા નંબરે છે, પરંતુ ઇવી વ્હીકલના ઉત્પાદનના કારણે તે આગામી પાંચ વર્ષમાં નંબર વન પર પહોંચી શકે છે
- ભારતનું ઇલેક્ટ્રીક વ્હીકલનું માર્કેટ 2030 સુધીમાં 4 ટ્રિલીયન રૂપિયાને આંબી જશે
મોદી સરકારમાં સૌથી સ્પષ્ટવક્તા અને મોદીની પ્રતિભાથી નહીં અંજાનાર કોઇ હોય તો તે નીતિન ગડકરી છે. આ એક એવી વ્યક્તિ છે કે જેમની પાસે નવા રોડ કનેક્શન અને તે સિવાય નવું શું આવી રહ્યું છે તેની જાણકારી મળે છે. કહે છે કે તેમના કામની આડે ખુદ વડાપ્રધાન પણ નથી આવતા. તેમને લોકો પીએમ મટીરીયલ કહેતા આવ્યા છે.
ઇલેકટ્રીકલ વ્હીકલ (EV)માર્કેટના વિકાસ પર તે સતત રસ લઇ રહ્યા છે. તાજેતરમાં તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં ઇવી માર્કેટમાં દશ ગણો વધારો થવાની શક્યતા છે. તેઓ માને છે કે ઇવીના નેતૃત્વ હેઠળ ભારત આગામી પાંચ વર્ષમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે ટોપનું માર્કેટ બની શકે છે. જેમ નીતિન ગડકરી ઇવી બાબતે બહુ એક્ટિવ છે એમ કોમર્સ પ્રધાન પીયૂષ ગોયેલ પણ ઇવી ક્ષેત્રે સરકારના પ્રોત્સાહક પગલાં બાબતે એક્ટીવ છે.
ભારતના ઇવી માર્કેટની ક્ષમતા અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં હાલની ક્ષમતામાં દશ ગણો વધારો થઇ શકે છે. ભારતમાં ઇવી વેહીકલ માર્કેટના પ્રોત્સાહન આપવા આગામી બજેટમાં સરકાર પગલાં જાહેર કરી શકે છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ચાર્જીંગ સ્ટેશનોની સમસ્યા હલ કરવા સરકાર અનેક પગલાં જાહેર કરી રહી છે.
ગડકરીએ કહ્યું હતું કે હાલમાં ભારતનો ઓટો ઉદ્યોગ વિશ્વમાં ત્રીજા નંબરે છે, પરંતુ ઇવી વ્હીકલના ઉત્પાદનના કારણે તે આગામી પાંચ વર્ષમાં નંબર વન પર પહોંચી શકે છે.
ભારતનું ઇલેક્ટ્રીક વ્હીકલનું માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૪ ટ્રિલીયન રૂપિયાને આંબી જશે અને તે ૫૦ મિલિયન જેટલી નવી જોબ ઊભી કરી શકે છે. ભારતના ઇવી માર્કેટ પર ઉદ્યોગોની નજર છે. મધ્યમ વર્ગનો રોજીંદો પેટ્રોલ કે ડિઝલનો ખર્ચ બચાવતું ઇવી માર્કેટ તેની સોથી મોટી ચાર્જીંગની સમસ્યાથી પીડાઇ રહ્યું છે. જ્યારે ઇવીનો મેનીયા શરૂ થયો ત્યારે એક આંગળીના વેઢે ગણાય એટલા ચાર્જીંગ સ્ટેશન મોટાં શહેરોમાં હતાં.
હવે ઇવી ચાર્જીંગ સેન્ટરો શરૂ થયાં છે, પરંતુ તે પણ શોધવા પડે એવી સ્થિતિમાં હોય છે. સરકારે ઇવી વેહીકલ માટે પ્રચાર શરૂ કર્યો ત્યારે જ ચાર્જીંગ સ્ટેશન માટે તૈયારીઓ કરવા જેવી હતી. હાલમાં ઇવીનું માર્કેટ ટોપ પર છે, પરંતુ ચાર્જીંગ સ્ટેશનોના અભાવે તે વિવાદમાં છે.
ભારતમાં હવાના પ્રદૂષણમાં ૪૦ ટકા તો ઓટોમોબાઇલ ક્ષેત્રના કારણે છે. ભારતનું ઇવી ક્ષેત્રમાં તેમાં ૫૦ ટકાનો ઘટાડો કરી શકે છે. ઇવીના ઉત્પદકો હાઇ ક્વોલિટીનાં વાહનો બજારમાં મૂકીને લોકોનો ભરોસો જીતી શકે છે. ફોસિલ ફ્યૂલની આયાત ઇવીના કારણે ઓછી કરી શકાય છે.
ઇલેકટ્રીક કાર બિઝનેસમાં ટાટા મોટર્સનો ફાળો ૬૫ ટકા જેટલો છે. ઓક્ટોબર ૨૪ સુધીમાં ત્રણ ટાયરવાળાં ૨૧૭,૭૧૬ ઇવીનું ઉત્પાદન કર્યું હતું. ઇલેકટ્રીક બસો બજારમાં મુકવામાં ટાટા મોટર્સ, જેબીએમ ઓેટો અને ઓલેક્ટ્રા ગ્રાનટેકનો કુલ ફાળો ૬૫ ટકા જેટલો છે. એક અંદાજ અનુસાર ૨૦૨૨માં ઇવી માર્કેટ ૩.૨૧ અબજ ડોલરનું હતું, જે ૨૦૨૯ સુધીમાં તે ૧૧૩.૯૯ અબજ ડોલર પર પહોંચી શકે છે.