Get The App

એક કોલની કિંમત 3 કરોડ એરલાઇન્સની ખોટમાં વધારો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
એક કોલની કિંમત 3 કરોડ એરલાઇન્સની ખોટમાં વધારો 1 - image


- ટીનેજરે કહ્યું હતું કે મૈં તો મજાક કર રહા થા

- ઇનસાઇડ સ્ટોરી

- એક કોલની કિંમત ૩ કરોડ લેખે અંદાજે 90 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડયો

બેંાબની દરેક ધમકી વિમાન કંપનીઓને ખર્ચના ખાડામાં ઉતારી દે છે. કેટલીક એરલાઇન્સ ખોટમાં ચાલી રહી છે ત્યારે પ્લેનમાં બેંાબ મુકાયાની ઘટના તેમને વધુ ખોટમાં ધકેલે છે. તાજેતરમાં બે ડઝનથી વધુ એરલાઇન્સને બોંબની ધમકી મળી ચૂકી છે. ધમકી આપનારા તેમના કામમાં સફળ થયા છે. એટલેકે ડર ફેલાવીને ભાગી ગયા છે પરંતુ જે એરલાઇન્સને ધમકી આપી હતી તેને ત્રણ કરોડનો ચૂનો ચોપડતા ગયા છે. મુંબઇથી ન્યૂયોર્ક જતા એરઇન્ડિયા બોઇંગ ૭૭૭માં બોંબ હોવાની ધમકી મળતાં ફ્લાઇટને ડાયવર્ટ કરીને દિલ્હી લઇ જવાઇ હતી જેના કારણે તેને રૂપિયા ત્રણ કરોડનો ખર્ચો થયો હતો. તાજેતરમાં બોંબની શ્રેણીબધ્ધ ધમકીઓ શરૂ થઇ છે તેના એક ભાગ પ્રમાણેની આ ઘમકી હતી.

તપાસ દરમ્યાન મળ્યું કશુંજ નહીં અને લોકો પરેશાન થવાની સાથે એરલાઇન્સને ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વિમાન નોન સ્ટોપ ૧૬ કલાકમાં ન્યુયોર્ક માટે ઉપડયું હતું. વિમાન ઉડયાને બે કલાક થયા હતા ત્યારે વિમાનમાં બોંબ હોવાની ધમકી મળી હતી. આ વિમાનમાં અંદાજે ૧૩૦ ટન જેટલું જેટ ફ્યૂઅલ હતું. વિમાનનું વજન પ્રવાસીઓ સાથે અંદાજે ૩૪૦થી ૩૫૦ ટન જેટલું થાય છે.

બોંબની ધમકીના કારણે પ્લેનને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યું તેના કારણે ફ્યૂઅલનો વેસ્ટ થયો હતો. તે એક કરોડ રૂપિયા જેટલો હતો. નુકશાનના દરેક આંકડા કરોડોમાં જોવા મળે છે. એરપોર્ટ પર તપાસ માટે ઉભા રખાતા પ્લેનને પાર્કીંગ ચાર્જ ચૂકવવો પડે છે. લેન્ડીંગ ચાર્જ,પ્રવાસીઓ અને ક્રૂ માટે હોટલ એકોમોડેશનનો ચાર્જ વગેરે જે વિમાનમાં બોંબ હોવાની ધમકી મળી હોય છે તે એરલાઇન્સને ચૂકવવો પડે છે. સરકાર આવી એરલાઇન્સ પાસેથી બોંબ શોધવા આવતી બોંબ સ્ક્વોડનો ચાર્જ નથી લેતી તે સારી વાત કહી શકાય.

બોંબની ધમકી મળતાંજ પ્લેનને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરાય છે. ત્યાંની પાર્કીંગ વ્યવસ્થા અને પ્રવાસીઓના એકોમોડેશન માટેની વ્યવસ્થા તૈયાર કરાય છે. પ્રવાસીઓમાં કોઇ ગભરાટ ના ફેલાય એટલે શક્ય હોય એટલી ગતિવિધિને ખાનગી રાખવામાં આવે છે. ટૂંકમાં જોવા જઇએ તો બોંબની ધમકી એરલાઇન્સને ભારે પડી રહી છે. ધમકી આપનારને બધું હસવામાં જાય છે પરંતુ એરલાઇન્સને એક ધમકી ૩ કરોડ રૂપિયામાં પડે છે. જેણે ધમકી આપી છે તે પકડાય છે તો પણ તે બીજા દિવસે જામીન પર છૂટી જવાનો છે  પરંતુ જે એરલાઇન્સને ધમકી મળી છે તેને તો પરસેવો છૂટી જાય છે.

ધમકી આપનાર એક ટીનેજર પકડાયો ત્યારે પોલીસને તેણે કહ્યું હતું કે મૈં તો મજાક કર રહા થા. જોકે આ મજાક એરલાઇન્સને ૩ કરોડ રૂપિયામાં પડી હતી.૩ કરોડનો ચૂનો જ્યારે એક ફોન કોલ માટે ચૂકવવો પડે તેને એમ પણ કહી શકાય કે એક ફોનની કિંમત ૩ કરોડની થઇ. 

ગયા રવિવારથી બોંબની ધમકીનો સીલસીલો શરૂ થયો છે. ગયા શુક્રવાર સુધીમાં બોંબની ધમકીના ૩૦ જેટલા કોલ એરલાઇન્સને મળ્યા છે. એક કોલની કિંમત ૩ કરોડ લેખે એરલાઇન્સોએ અંદાજે ૯૦ કરોડ રૂપિયા પાર્કીંગ, લેન્ડીંગ, એકોમોડેશન વગેરેના ચૂકવવા પડયા હશે.  એવું લાગે છેકે બોંબની ધમકી આપનારાઓનેા આશય માત્ર ડર ફેલાવવાનો હોય છે. તેમને એ ખબર નથી હોતી કે તે એરલાઇન્સને ત્રણ કરોડનું નુકશાન પહોંચાડી રહ્યા છે. 


Google NewsGoogle News