Get The App

દેશ વિરોધી તત્ત્વોના હાથા બનનાર માઓવાદીઓના સફાયાની શરૂઆત

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
દેશ વિરોધી તત્ત્વોના હાથા બનનાર માઓવાદીઓના સફાયાની શરૂઆત 1 - image


- અર્બન નક્સલવાદને ખુલ્લો પાડવો જરૂરી

- ઇનસાઇડ સ્ટોરી

- કેન્દ્ર અને રાજ્યમાં બદલાતી સરકારોના કારણે માઓવાદ જેવા તત્ત્વો વધુ મજબૂત થતા હતા

પંદર દિવસ અગાઉ છત્તીસગઢના બિજાપુર જીલ્લાના ઇન્દ્રાવતી નેશનલ પાર્ક ખાતે ૩૧ માઓવાદીઓને ફૂંકી માર્યાના અહેવાલોે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છ ેકે જો તેમને શરણે આવવું હોય તો હજુ ચાન્સ છે નહીંતર મોત નક્કી છે. માઓવાદીઓને ખતમ કરવાની ડેટ લાઇન માર્ચ-૨૦૨૬ની છે. માઓવાદીઓ નિર્દોષ ગ્રામવાસીઓ પર રોફ જમાવીને પોતાનું એક નાનું રાજ ઉભું કરતા હતા.

ભારતની લોકશાહીમાં સત્તા ભૂખ્યા લોકોના કારણે દેશ વિરોધી તત્વોનો ઉપદ્રવ વારંવાર જાવો મળતો હોય છે. કેન્દ્ર સરકારના સમજાવટના પ્રયાસો પુરા થયા છે એટલે છેલ્લે હવે ડેટ લાઇન આપી દેવાઇ છે. દેશમાં વિકાસ દુર ગામડાઓ સુધી પહોંચ્યો નથી એમ કહીને કેટલાક લોકો આદિવાસી વિસ્તારોમાં શરૂઆતમાં રોબિન હૂડની ભૂમિકા ભજવતા હતા. તેમને જીવન જરૂરી ચીજો આપીને તેમનો દુરૂપયોગ કરીને તેમને સરકારનો વિરોધ કરતાં શીખવતાં હતા. ત્યારબાદ સરકાર આપણી દુશ્મન છે એમ કહીને પોલીસ સામે શસ્ત્રનો ઉપયોગ કરતાં શીખવ્યું હતું.

ભારત સરકારને ખબર નહોતી પડી કે આવા બળવાખોરોનો ઉપયોગ બહારના દેશના દેશ વિરોધી તત્વો કરી રહ્યા છે. સમય એવો આવ્યો કે ભારતમાં અરાજકતા ફેલાવવા નક્ષલવાદીઓ-માઓાદીઓનો ઉપયોગ થવા લાગ્યો હતો. તેમને આધુનિક શસ્ત્રો મળવા લાગ્યા હતા અને તેની તાલિમ પણ અપાતી હતી. 

ભારતના સુરક્ષા દળો પર જ્યારે રોકેટ લોંચર્સથી હુમલો કરવા લાગ્યા ત્યારે સરકારને ભાન થયું હતું કે વિદેશના તત્વોનો હાથા બની ચૂકેલા માઓવાદીઓને ઠેકાણે પાડવાની જરૂર છે. મોદી સરકારે જંગલ વિસ્તારોમાંથી તેમના સફાયા ની શરૂઆત કરી હતી.

જ્યારે લશ્કરના લોકોની સાથે તે યુધ્ધ કરતા હોય તેમ લડતા હતા ત્યારે દેશના લોકોએ પણ તેમની વિચાર સરણીનો વિરોધ કર્યો હતો. જ્યારે લશ્કર તેમના પર કડક પગલાં લે ત્યારે કેટલાક ઉદારમતવાદી તત્વો તેમને સુધરવાનો મોકો આપવાની સિફારશ કરતા હતા.

કેન્દ્ર અને રાજ્યમાં બદલાતી સરકારોના કારણે માઓવાદ જેવા તત્વો વધુ મજબૂત થતા હતા. તેમનો ઉપયોગ વિદેશી તત્વો કરી રહ્યા છે એવું તેમને ભાન નહોતું થતું. 

નક્સલગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે રોડ બનવા લાગ્યા ત્યારે ગામડાના લોકોને વિકાસનું ભાન થયું હતું અને તેમણે માઓવાદીઓના વિચારને ફગાવી દીધો હતો. માઓવાદીઓના છુપા અડ્ડાની માહિતી તેમણેજ લશ્કરનેઆપવા માંડી હતી. દેશના મુખ્ય પ્રવાહમાં આંતરીયાળ વિસ્તારોના ગમાડાને જાડવાના સરકારના પ્રયાસને સફળતા મળી હતી જેનો સીધો ગેરલાભ માઓવાદ મુવમેન્ટને થયો હતો.

જોકે તે દરમ્યાન અર્બન નક્સલવાદનો જન્મ થયો હતો. આ લોકો પણ દેશ વિરોધી બ્યૂગલ વગાડતા હતા તેમને પણ વિદેશી તત્વો પાસેથી આર્થિક સહાય લઇને પોતે દેશના બહુ મોટા વિચારક છે એવો દાવો કરતા હતા.

માઓવાદીઓ કશું ઉકાળી શક્યા નથી. નથી તો તે ગામડામાં કોઇ સુવિધા આપી શક્યા કે નથી તે તેમને શિક્ષણ આપી શક્યા. આદિવાસી વિસ્તારોમાં તે દેશવિરોધી ઝેર ફેલાવવામાં અમુક અંશે સફળ થયા હતા. તેમની જીંદગી ધરપકડો,શરણે જવું અને લશ્કર સાથેથી અથડામણોમાં પુરી થતી હતી. જંગલોમાં રહેતા નક્સલવાદીઓની સફાઇ સરકાર કરી શકે છે પરંતુ મોટા શહેરોમાં જાહેરમાં રહેતા અર્બન નક્સલવાદને પણ ખુલ્લા પાડવાની જરૂર છે.


Google NewsGoogle News