કર્ણાટકને સિલિકોન વેલી બનાવવાનું શ્રેય યશ એસ.કૃષ્ણાનેે
- કર્ણાટકને સિંગાપુર બનાવવાનું સપનું અધુરૃં
- ઇનસાઇડ સ્ટોરી
- સંયુક્ત રાષ્ટ્સંધની સ્પીચમાં ગોટાળા કર્યા હતા અને કોઇ બીજાની સ્પીચ બોલતાં વિવાદ થયો હતો
એસ.એમ. ક્રીષ્ના સક્રીય રાજકારણમાં નહોતા એટલે તેમના અવસાનની બહુ ખાસ નોંધ લેવાઇ નથી પરંતુ આજના બેંગલુરૂને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું હબ બનાવનાર એસ.એમ. ક્રિષ્ના હતા તે કર્ણાટકના વર્તમાન કોંગી શાસકો ભૂલી ગયા છે. બેંગલુરૂને વિશ્વના તખ્તા પર મુકનાર એસ.એમ .ક્રિષ્ના જાણતા હતા કે વિશ્વમાં નેતાઓ સાથે પબ્લીક રીલેશન્સ ઉભા કરવાનું બહુ મહત્વનું અને લાંબે ગાળે ફાયદાકારક છે. દક્ષિણ કર્ણાટકની વોકાલીગા કોમ્યુનિટીમાંથી આવતા ક્રિષ્નાનું ગયા મંગળવારે ૯૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તે માંડયા લોકસભાની બેઠક પરથી ત્રણ વાર ચૂંટાયા હતા. એસ.એમ.ક્રિશ્ના ટેક્સાસ ગોવડાના નામે ઓળખાતા હતા.
૧૯૫૦ના દાયકામાં અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તે રાજકરાણમાં પણ ચમકી ગયા હતા. કર્ણાટકના મુખ્યપ્રધાન અને ત્યારબાદ કેન્દ્રના વિદેશ પ્રધાન સુધીની તેમની રાજકીય સફર રહી હતી. અમેરિકાથી પરત ફર્યા બાદ તે રાજકારણમાં પ્રવેશ્યા હતા.
૧૯૯૯માં તે કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યા હતા અને ૨૦૦૪ સુધી સત્તા પર રહ્યા હતા. આ સમયગાળામાં તેમણે બેંગલુરૂને વિશ્વના તખ્તા પર લાવી દીધું હતું. તેમણે બેંગલુરૂને સિંગાપુર બનાવવાનું બીડું ઝડપ્યા બાદ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજક્ટને કર્ણાટકમાં ખેંચ્યા હતા. તે કર્ણાટકના પહેલાં એવા મુખ્યપ્રધાન હતા કે જે રાજ્યના નામાંકીત લોકો સાથે તેમજ સમાચાર માધ્યમો સાથે સંબંધો રાખતા હતા. સાથે સાથે તે પોતાના પ્રધાન મંડળ અને વહિવટી તંત્ર પર પણ કાબુ રાખતા હતા.
તેમને અંજલિ આપનારા લોકોએ તેમના મુખ્યપ્રધાન પદ વખતના વહિવટની પ્રશંસા કરી હતી અને બેંગલુરૂને સિલિકોન વેલી બનાવનાર તરીકે તેમને નવાજ્યા હતા. જોે કે બેંગલુરૂને સિંગાપુર બનાવવાનું તેમનું સપનું અધુરૃં રહી ગયું હતું એમ કર્ણાટકના વર્તમાન મુખ્યપ્રધાને કહ્યું હતું. હાલના નાયબ મુખ્યપ્રધાન ડી.કે.શિવકુમારના પુત્ર વી.જી. સિધ્ધાર્થ ક્રિષ્નાના વહિવટી તંત્રમાં જમીનના સોદામાં તગડી કમાણી કરી હોવાનો આક્ષેપ પણ થયા હતા. પોતે ઇન્ફ્રાસ્ટ્કચર પ્રોજક્ટ લાવીને લોકોને ખુશ કર્યા છે એમ સમજીને કૃષ્ણાએ કર્ણાટકમાં વહેલી ચૂંટણી જાહેર કરી હતી. જોકે ગાંમડાના લોકોએ તેમને નકાર્યા હતા અને કોંગ્રેસે ફટકો ખાધો હતો.
ત્યારબાદ વોકાલિંગા લીડર તરીકે એચડી દેવેગૈાડા ઉભરી આવતા કૃષ્ણા ફરી લોકોનો પ્રમ જીતી શક્યા નહોતા. દેવે ગૌડાએ તેમની બાયોગ્રાફીમાં લખ્યું હતું કે બેંગલુરૂમાં આઇટી ઉદ્યોગ લાવનાર પોસ્ટરબોય તરીકે એસ.એમ.કૃષ્ણાને ભૂલી શકાય એમ નથી.૨૦૦૪માં ચૂંટણી હાર્યા પછી કેન્દ્રની યુપીએ સરકારે તેમને મહારાષ્ટ્ના રાજ્યપાલ બનાવ્યા હતા. ૨૦૦૯માં તેમને રાજ્યના હવાલામાંથી મુક્ત કરીને સીધાજ વિદેશ પ્રધાન બનાવી દેવાયા હતા. જોકે સંયુક્ત રાષ્ટ્સંઘની સ્પીચમાં તેમણે ગોટાળા કર્યા હતા અને કોઇ બીજાની સ્પીચ બોલી નાખી હતી. ત્યારે કહે છેકે તેમની ૭૯ વર્ષની ઉંમરના કારણે આવું થયું હતું. તેમણે સામેથી હોદ્દો છોડયો હતો અને તેમના પુત્રના બિઝનેસમાં રસ લેતા થયા હતા. ૨૦૧૭માં તેમણે વધુ એક વિવાદ ઉભો કર્યો હતો. પાંચ દાયકા કોંગ્રેસમાં રહ્યા પછી તે ૨૦૧૭માં ભાજપમાં જોડાયા હતા. કહે છેકે તેમના જમાઇ સામે ઇન્કમ ટેક્ષનો કેસ ચાલતો હોઇ તેમાં રાહત મેળવવા તે ભાજપમાં જોડાયા હતા. ભાજપ તેમનેા ઉપયોગ દક્ષિણ કર્ણાટક જીતવા માટે કરવાનું હતું પરંતુ તે શક્ય બન્યું નહોતું.