પ. બંગાળ અને મમતા બેનરજી : બંને ભાજપ માટે પડકાર સમાન

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
પ. બંગાળ અને મમતા બેનરજી : બંને ભાજપ માટે પડકાર સમાન 1 - image


- મમતાની લોકપ્રિયતા ઓછી થઇ નથી

- ઇનસાઇડ સ્ટોરી

- કોંગ્રેસ કરતાં પણ વધુ તીખા એટેક મમતા બેનરજી ભાજપ પર કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ અને મમતા બેનરજી બંને ભાજપ માટે પડકાર સમાન બની ગયા છે. મમતા બેનરજીના શાસનની સતત ટીકા કર્યા કરતા ભાજપના નેતાઓ મમતાની લોકપ્રિયતા ઓછી કરી શક્યા નથી. વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ મમતા બેનરજીએ ભાજપને હંફાવીને પોતાની સુપ્રીમસી પ.બંગાળમાં સાબિત કરી દીધી છે. મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે પેટા ચૂંટણીના પરિણામોમાં મેળવેલી સફળતાથી માત્ર ભાજપ નહીં પણ કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.

મમતાની ખાસિયત એ છે કે તે પ.બંગાળ સિવાય અન્ય ક્યાંય રસ નથી લઇ રહ્યા. કેન્દ્રીય રાજકરાણનો મમતાને અનુભવ છે. પરંતુ પ. ંબંગાળ જીત્યા પછી તે પોતાના રાજ્યમાંજ વધુ રસ લઇ રહ્યા છે. કેન્દ્ર સરકારને દરેક મુદ્દે પડકારવા તે તૈયાર હોય છે. મમતા બેનરજીના સ્વભાવથી કોંગ્રસ કરતાં ભાજપ વધુ પરિચીત છે. મમતાએ ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને પ.બંગાળમાં ઘૂસવા દીધા નથી. 

કેન્દ્રના નિર્ણયોનો તે જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. પ.બંગાળના રાજ્યપાલોને તે કેન્દ્રના એજન્ટ કહેતા ક્યારેય ગભરાયા નથી. રાજ્યપાલ સાથે સતત સંધર્ષ કર્યા કરતા મમતા બેનરજી ક્યારેય સમાધાન માટે તૈયાર થતા નથી. રાજ્યપાલો સાથે સંબંધ બગાડવા એટલે રાષ્ટ્રપતિ શાસનને આમંત્રણ આપવું તેમ સમજી લેવુ જોઇએ છતાં મમતાએ રાજ્યપાલોને પણ છોડયા નથી. 

મમતા બેનરજીએ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરીને મનમાની કરી હતી. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પ.બંગાળમાં પ્રવેશી ત્યારે પણ મમતા તેમને મળવા ગયા નહોતા. 

ગઇ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ.બંગાળ જીતવા કરેલા ભગીરથ પ્રયાસને મમતાએ નિષ્ફળ બનાવ્યો હતો. લોકસભાના જંગમાં પણ મમતાએ કોંગ્રસ સાથે ગઠબંધન નહોતું કર્યું અને એકલા હાથે જંગ જીત્યો હતો.

પ.બંગાળમાં ભાજપનું સંગઠન નબળું પડી ગયેલું સાબિત થયું છે. તૃણમૂલ કોંગ્રેસ કહે છે કે આમારા મતદારોએ ભાજપને રીજેક્ટ કર્યો છે. પ.બંગાળમાં ઘૂસણખોરો અને મહિલાઓને જાહેરમાં લાકડીથી ફટકારવાના વિડીયો જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા, બોગસ મતદારો જેવા આક્ષેપોને મમતા ધોળીને પી ગયા છે.

પ.બંગાળમાં મહિલાઓને જાહેરમાં ફટકારવાના વિડીયો બાબતે તૃણમૂલ કોંગ્રેસ સંમત નથી તે તો ઠીક પણ તે ભાજપનું કાવતરું ગણે છે.

મમતા ભાજપ સાથે શિંગડા ભરાવે છે તેનાથી કોંગ્રેસ ખુશ છે પરંતુ કોંગ્રેસને ડર એ વાતનો છે કે કોંગ્રેસના નેતાઓને પણ મમતા ગાંઠતા નથી અને તેમને પણ ટાર્ગેટ બનાવી શકે એમ છે.

પ.બંગાળની પેટા ચૂંટણીમાં ભાજપ બીજા નંબરે હતું જ્યારે ડાબેરી પક્ષો અને કોંગ્રેસના ઉમેદવાર ે ડિપોઝીટ ગુમાવી હતી. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તાઓ દરેક મુદ્દે બહુ સ્પષ્ટ હોય છે અને લોકસભામાં વિપક્ષના નેતા ેેએટલે તે તમામ વિપક્ષના નેતા નથી તે સમજી લેવું જોઇએ એમ તૃણમૂલના નેતા કહેતા થઇ ગયા છે. ભાજપ માટે મમતા બેનરજી પડકાર સમાન છે. પ.બંગાળમાં ભાજપના સંગઠનને નબળું પાડવામાં મમતા સફળ થયા છે. મમતા બેનરજી વારંવાર ભાજપ સાથે ટકરાય છે અને હવે તો તે કોંગ્રેસ કરતાં પણ વધુ તીખા એટેક ભાજપ પર કરી રહ્યા છે.


Google NewsGoogle News