Get The App

આંતરવિગ્રહ તરફ ખેંચાઇ રહેલું હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
આંતરવિગ્રહ તરફ ખેંચાઇ રહેલું  હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ 1 - image


- માનવઅધિકાર પંચના સમર્થકો ચૂપ છે

- ઇનસાઇડ સ્ટોરી

- મા-કાલીના મુગટની ચોરીની ઘટના હિન્દુઓ માટે બહુ ચિંતા ગ્રસ્ત બની છે

ભારત માટે બાંગ્લાદેશ નવી સમસ્યા બનીને આવ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી કોમ હિન્દુઓ ભગાડવામાં આવી રહ્યા છે. 

ભારત માટે કમનસીબી એ વાતની છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની મદદે જઇ શકાતું નથી. ભારત સખત્ત વિરોધ નોંધાવે છે પરંતુ બાંગ્લાદેશ ગાંઠતું નથી. બાંગ્લાદેશમાં ચાલી રહેલો હિન્દુ વિરોધી હિંસાચાર કોના ઇશારે ચાલે છે તે પણ કોઇ સમજી શકતું નથી. બાગ્લાદેશનું શાસન અમેરિકાના ઇશારે ચાલે છે કે ચીનના તે જાણી શકાતું નથી પરંતુ જે રીતે બાંગ્લાદેશમાં હિંસા અટકવાનું નામ નથી લેતી તે જોતાં એમ લાગે છે કે કોઇ મહાસત્તાનો દોરી સંચાર પડદા પાછળથી થઇ રહ્યો છે.

બાંગ્લાદેશના વર્તમાન શાસક પણ હિન્દુ વિરોધી હિંસક તોફાનો અટકાવી શકતા નથી તે દેખાઇ આવે છે. બાંગ્લાદેશના લોકો સ્થાનિક હિન્દુઓની હત્યા કરતાં કરતાં ભારત વિરોધી બની ગયા છે. બાંગ્લાદેશમાં ભારત વિરોધી સૂર લોકોને અકળાવી રહ્યા છે કેમકે ભારતના કારણેતો બાંગ્લાદેશનો જન્મ થયો છે.

 વર્તમાનમાં વચગાળાની સરકારનું નેતૃત્વ ૮૫ વર્ષના ડો.મોહમ્મદ યુનુસ સહીત ૧૧ સલાહકારો પાસે છે. આ વચગાળાના ચહેરાઓએ ગઇ ૮ ઓગષ્ટે હોદ્દાના શપથ લીધા હતા. દરેકને હતું કે નવી સરકાર આવશે એટલે હિંસા અટકી જશે અને ટૂંક સમયમાં નવેસરથી ચૂંટણીઓ જાહેર કરાશે.

પરંતુ બાંગ્લાદેશના હિંસક તત્વોએ કાયદાની ઐસી તૈસી કરીને હિન્દુઓને ટાર્ગેટ બનાવે રાખ્યા હતા. સોશ્યલ નેટવર્ક પર હિન્દુઓની હત્યા કરતા વિડીયો ભલભલાને હચમચાવી નાખે એવા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવવા પાછળનું એક કારણ ત્યાં વસતા પાકિસ્તાનના લોકો પણ હોઇ શકે છે. 

વર્ષોથી બાગ્લાદેશમાં રહેતા હિન્દુઓએ કલપ્યું પણ નહોતું કે તેમને મારીને ભગાડવામાં આવશે. બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સાચી પરિસ્થિતિ જાણી શકાતી નથી. સોશ્યલ નેટવર્ક જે ચિત્રણ કરે છે તેના પરથીજ અનુમાન બાંધી શકાય છે.

પરંતુ હવે એવું લાગી રહ્યું છેકે બહુ વ્યૂહાત્મક રીતે હિન્દુઓને ડરાવીને ભગાડવામાં આવી રહ્યા છે. દુર્ગા પૂજાના મંડપો પર હુમલા કરીને તોફાનીઓ ડર ફેલાવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના શાસકોને કહ્યું છે કે તોફાનીઓ સામે પગલાં લો અને હિન્દુઓ પર થતા હુમલા ્અટકાવો. માનવઅધિકાર પંચના સમર્થકો કાશ્મીરમાંના હિંસાચારને સંયુક્ત રાષ્ટ્ર સઘમાં ઉઠાવતા હોય છે પરંતુ બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ વિરોધી હિંસાચાર સામે કોઇ કશુંજ બોલવા તૈયાર નથી. મા-કાલીના મુગટની ચોરીની ઘટના હિન્દુઓ માટે બહુ ખળભળાટ મચાવનારી છે. હિન્દુઓમાં ડર ફેલાવવાજ તોફાનીઆએેે મુગટની ચોેરી કરી છે. આ મુગટ સોને મઢેલો છે અને ૨૦૨૧માં ભારતના વડાપ્રધાન બાંગ્લાદેશ ગયા ત્યારે ભેટ આપ્યો હતો. 

આ મુગટની ચોરી સીસીટીવીમાં કેદ પણ થઇ છે. બાંગ્લાદેશના તોફાની તત્વોને વચગાળાની સરકાર પકડી શકી નથી. અહેવાલો પ્રમાણે ૧૫-૨૦ લોકોની ધરપકડ કરાઇ છે પરંતુ તે ભારતને બતાવવા માટે છે કે અમારે ત્યાં કાયદાનું શાસન છે.  બાંગ્લાદેશમાં આજે ભલે હિન્દુ વિરોધી હિંસાચાર જોવા મળતો હોય પરંતુ આખો દેશ આંતરવિગ્રહ તરફ ખેંચાઇ રહ્યો છે.


Google NewsGoogle News