બાંગ્લાદેશના સાંસદની હત્યા બિઝનેસની લેતી દેતીનો ડખો

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશના સાંસદની હત્યા બિઝનેસની લેતી દેતીનો ડખો 1 - image


- આખો કેસ હની ટ્રેપ અને સેક્સ તેમજ ધોખાનો હોઇ શકે

- ઇનસાઇડ સ્ટોરી

- હત્યારાએે પોલીસને કહ્યું હતું કે હત્યા કરવાના તેમને પાંચ કરોડ રૂપિયા મળ્યા હતા

બાંગ્લાદેશના સાસંદ અનવરૂલ આઝીમ અનરની હત્યાનું કોકડું હજુ વણઉકેલ્યું રહ્યું છે. બાળપણના બે મિત્રોના બિઝનેસમાં પડેલા ડખાના કારણે હત્યા થઇ હોવાનું મનાય છે. પ.બંગાળની સીઆઇડીએ વધુુ એકની ધરપકડ કરી છે પરંતુ બધું હવામાં ગોળીબાર જેવું છે. કોઇ એક વ્યક્તિની હત્યા કરીને તેની લાશના ટુકડા કરી નખાય તેવી ઘટના અવારનવાર જોવા મળે છે પરંતુ જ્યારે તે વ્યક્તિ પાડોશી દેશનો સાંસદ હોય ત્યારે બાબત બહુ ગંભીર બની જાય છે. સારવાર માટે કોલક્ત્તા આવેલા અને પછી ગુમ થઇ ગયેલા. 

આ હત્યા ખૂબ ઘાતકી રીતે થઇ હતી.પહેલી ધરપકડ બાંગ્લા દેશના નાગરિક ૩૩ વર્ષના સીઆમ હુસૈનની થઇ હતી. સીઆઇડીએ બાંગ્લાદેશી જીહાદ હવાલદારની પણ ધરપકડ કરી હતી. 

કોલકત્તાના એક લકઝરી વિસ્તારમાં આ હત્યા કરાઇ હતી. ૧૮ મેના રોજ પોલીસમાં આ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. તે ૧૨ મેના રોજ કોલકત્તા આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હવાલદારનો બિઝનેસ કસાઇ તરીકેનો હતો. અનવરૂલની હત્યા કરીને તેના મૃતદેહના ૮૦ ટુકડા કરીને તેને હળદરમાં ભેળવીને વિવિધ જગ્યાએ ફંગોળી દેવાયા હતા.

૧૩ મેના રોજ તે ડોક્ટરની મુલાકાત માટે ગયા હતા અને જમવા માટે પાછા આવવાના હતા. કહે છે કે આખો કેસ હની ટ્રેપ અને સેક્સ તેમજ ધોખાનો હોઇ શકે છે. જે મહિલા પર શંકા હતી તેની પણ ધરપકડ કરાઇ છે પરંતુ હજુ કોઇ ચેક્કસ વિગતો મળતી નથી. કોલક્ત્તાના સીઆઇડી ટીમ બાંગ્લાદેશની મુલાકાતે ટૂંકમાં જઇ રહી છે.

અનવરૂલ બાંગ્લાદેશની અવામી લીગના ત્રણ વાર ચૂંટાયેલા નામાંકિત સાંસદ છે. કહે છે અનવરૂલનો એક ખાસ મિત્ર નામે મોહમ્મદ અખ્તરૂઝૂમ હત્યા પાછળનો માસ્ટમાઇન્ડ હોઇ શકે છે. આ માસ્ટરમાઇન્ડ અમેરિકાનોે નાગરિક છે અને મૂળ બાંગ્લાદેશનો છે. તેણે સીલાસ્તી રહેમાન નામની એક મહિલાની સાથે સંપર્ક કરીને તેને એક ફ્લેટમાં રાખી હતી. અનવરૂલની હત્યા કરીને લાશ ઠેકાણે પાડવા બીજા બેને રોક્યા હતા જેમાંનો એક કસાઇના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ ૨૪ વર્ર્ષનો કસાઇ મુંબઇનો હતો. તેને બે મહિના પહેલાં મુંબઇથી લવાયો હતો. પોલીસ કહે છેકે હત્યાબાદ મોહમ્મદ અખ્તરૂઝૂમ અમેરિકા ભેગો થઇ ગયો હતો. સીઆઇડીના જણાવ્યા અનુસાર જાહીદ હવાલદારે કબૂલ્યું હતું કે મોહમ્મદ અખ્તરૂઝૂમના કહેવાથી અમે અનવરૂલની ફ્લેટમાં હત્યા કરી હતી અને તેના ટુકડા કરીને ફંગોળી દીધા હતા.

હવાલદારને કોર્ટમાં રજૂ કરીને ૧૨ દિવસની કસ્ટડી મેળવીને પોલીસ વધુ વિગતો મેળવવા મથી  રહી છે. એમ માનવામાં આવે છે કે જે મહિલાને રોકી હતી તે અનવરૂલને લલચાવીને ફ્લેટમાં લઇ આવી હતી. એક માહિતી અનુસાર અનવરૂલ અને અમેરિકન મોહમ્મદ અખ્તરૂઝૂમ બાળપણના મિત્રો હતા તેમજ બંને સોનાના ધંધામાં ભાગીદાર હતા. કહેછે કે સોનાના ધંધામાં બંનેએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા.

હત્યારાઓએે પોલીસને કહ્યું હતું કે હત્યા કરવાના તેમને પાંચ કરોડ રૂપિયા આપ્યા  હતા. પહેલાં અનવરૂલને  ક્લોરોફોર્મ સુંગાડીને બેભાન કરાયા હતા અને પછી તેની હત્યા કરાઇ હતી. શરીરના ટુકડા કરીને નાના થેલામાં ભરીને તને ટ્રોલીબેગમાં મુકીને હત્યારાઓ ૨૦ કિલોમીટર દુર ક્રિશ્નામતી પહેંચ્યા હતા અને તે વિસ્તારમાં શરીરના ટૂકડા ભરેલા થેલા નાખી દીધા હતા.


Google NewsGoogle News