રાજીવ ગાંધી ટ્રસ્ટના ડીંડકનો જવાબ રાહુલ ગાંધી પાસે નથી
- વિદેશમાં બે જગ્યાઓ પર ટ્રસ્ટની ઓફિસ
- ઇનસાઇડ સ્ટોરી- વીરેન્દ્ર કપૂર
ચીનની સરહદ મોદી સરકાર બરાબર સંભાળી શકી નથી એવી રાહુલગાંધીની ટીકાઓ સામે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો વિવાદ આગળ ધરીને ભાજપને ભીંસમાં લેવાની રાહુલ ગાંધીની ચાલને ેભાજપના બહુ બોલકા પ્રવક્તાઓેએ ઉંધી વાળી નાખી હતી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની પ્રવૃત્તિ અને તેની કામ કરવાની પધ્ધતિ સામે ઉભા થયેલા પ્રશ્નોના જવાબો પણ કોંગ્રેસ આપી શકી નહોતી.
પોતે ઘેરાયેલાં હોવા છતાં કોંગ્રેસના યુવરાજે વડાપ્રધાન પરના આક્ષેપો ચાલુ રાખ્યા હતા. લદાખ સરહદે ચીન ઘૂસી ગયું તેને મોદી સરંડર થઇ ગયા છે એમ કહીને રાહુલે વિવાદ ઉભો કર્યો હતો. જ્યારથી રાજીવ ગાંધી ફાઇન્ડેશનની પોલ ખુલ્લી પડી ગઇ ત્યારથી રાહુલે આક્ષેપો વધાર્યા હતા. લદાખના તેમના પક્ષના કાર્યકરોના એવા વિડિયા ફરતા કર્યા હતાકે ચીને જમીન પચાવી પાડી છે.
જોકે કોઇ સિનિયર કોંગીજનો કે કોઇ નોન-કોંગ્રેસ વિપક્ષે રાહુલની વાતને ટેકો નહોતો આપ્યો. જો કે એક માત્ર શરદપવારે ચોખ્ખુ કહ્યું હતું કે રાહુલના દાદા-નહેરૂ સત્તા પર હતા ત્યારે ચીને આપણી હજારો કિલોમીટર જમીન પચાવી પાડી હતી.જો કે રાહુલ સાચી વાત સમજી શક્યા નહોતા. તેમણે કાંગ્રેસ વર્કીગ કમિટીમાં નેતાઓને એમ કહ્યું હતું કે તમે બધા મોદી પર હુમલો કેમ નથી કરતા. હું કોઇથી ડરતો નથી એવો દાવો તેમણે કર્યો હતો.
જો કે કોઇ નેતા વડાપ્રધાન વિશે અભદ્ર ભાષા બોલવા તૈયાર નથી કેેમકે તેમને તપાસ એજંસીઓનો ડર લાગે છે. જો કે ભૂતકાળ અને ભવિષ્યના કોંગ્રેસ પ્રમુખ તેમના ધબડકા ભર્યા ચોકીદાર ચોર હૈ વાળા પ્રચારમાંથી કંઇ શિખ્યા હોય એમ લાગતું નથી એ પણ હકીકત છે કે સરહદ પર સ્થિતિ તંગ હતી પરંતુ સરકાર સરંડર થઇ હોય એવા કોઇ સંકેત દેખાતા નહોતા. કોઇ પણ જાતનું ટેન્શન દેખાડયા વિના સરકાર એવું બતાવી શકી હતી કે એલએસી પર શાંતિ પ્રવર્તે છે. શાંતિ સ્થપાય એટલા આર્થિક અને ડિપ્લોમેટિક પગલાં લેવાયા હતા.
બીજી તરફ ગાંધી પરિવાર રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર કોઇ ખાસ સ્પષ્ટતા કરી શકી નહોતી. અહીં એ પણ હકીકત છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન તેની સ્થાપના સાથેજ વિવાદમાં સપડાયેલું હતું. સંસદથી પથ્થર ફેંકી શકાય એટલે દૂર આવેલી લગડી જમીન કોંગ્રેસનું હેડક્વાર્ટર બનાવવા મફતમાં આપી દેવાઇ હતી.
જ્યારે અન્ય પક્ષોને પાંચ કિ.મીટર દુર સેન્ટ્રલ દિલ્હીમાં જગ્યા ફાળવાઇ હતી. દાયકાઓથી કોંગ્રેસે લુતિયન્સ ખાતે રેસીડેન્સ ઝોનમાં ટાઇપ-૮ પ્રકારના બે સાથે સાથે આવેલા બંગલામાં તેની સેન્ટ્રલ ઓફિસ બનાવી દીધી હતી. કોંગ્રેસને અન્યત્ર જગ્યા ફાળવ્યા પછી આ રેસીડેન્સ વાળી જગ્યા ખાલી કરવા હાઉસીંગ ડિપાર્ટમેન્ટે ઉપરા છાપરી નોટિસ આપી રહ્યું હોવા છતાં કોંગ્રેસ ગાંઠતી નથી. કોંગ્રેસે તેના નવા મકાનમાં તમામ આધુનિક સવલતો ઉભી કરી છે.
એક વિવાદાસ્પદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઉસે બનાવેલ મકાનનું કામ છોડવાની ફરજ પડાઇ હતી અને એક પ્રોફેશનલ કંપનીને કામ સોંપાયું હતું. રાજીવ ગાંધીના મૃત્યુ પછી આવેલી વી.પી. સિંહની સરકારે આ કામ હાથમાં લીધું હતું. જ્યારે સોનિયા ગાંધીએ કોંગ્રેસના હેડ ક્વાર્ટરને સંભાળીને રાજીવ ગાંધી ફાઉન્ડેશનનો હવાલો સંભાળી લીધો હતો. સેન્ટ્લ દિલ્હી ખાતે કોંગ્રેસે પોતેજ પોતાના માટે વધુ એક ત્રણ એકરનો પ્લોટ પણ ફાળવી દીધો હતો.
અહીં એ યાદ કરવું જરુરી છે કે નાણાપ્રધાન મનમોહન સિંહે તેમના પ્રથમ બજેટમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને રૂપિયા ૧૦૦ કરોડ ફાળવ્યા હતા. પરંતુ ત્યારે ફેમિલી હસ્તકના કોઇ ટ્રસ્ટને ટેક્સ ભરનારાના પૈસામાંથી જંગી રકમ ફાળવવાનો વિરોધ થતાં તે દરખાસ્ત પાછી ખેંચી લેવાઈ હતી.
પરંતુ અન્ય સરકારી સંસ્થાઓએ આ ટ્સ્ટને ઉદાર હાથે દાન આપ્યું હતું. તે તો ઠીક પણ ચીનની એમ્બેસીએ ડોનેશનના પ્રથમ ઇન્સટોલમેન્ટનો ત્રણ લાખ કરોડ ડોલરનો ચેક લખી આપ્યો હતો. આવા તો અનેક ડોનેશનો ટ્રસ્ટ પાસે આવતા થયા હતા. લંડન સહિત વિદેશમાં બે જગ્યાઓ પર ટ્રસ્ટની ઓફિસ પણ હતી. એક પરિવારના પ્રાઇવેટ ટ્રસ્ટમાં આ પૈસા જમા થતા હતા નહીં કે કોંગ્રેસના ખાતામાં...