Get The App

મસ્કની પ્રશંસા કરતા સોમનાથ ઇનોવેશન પર ભાર મુકવા માંગ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
મસ્કની પ્રશંસા કરતા સોમનાથ ઇનોવેશન પર ભાર મુકવા માંગ 1 - image


- સ્પેસ સ્ટાર્ટઅપને પ્રોત્સાહનની પ્રશંસા

- ઇનસાઇડ સ્ટોરી

- આપણે પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા છીએ, પરંતુ આગળ વધવા માટે આપણે આપણી ટેકનોલોજીનું નિર્માણ અને સુધારવું પડશે

- માત્ર આર્થિક સિદ્ધિઓથી વૈશ્વિક તખ્તા પર આગળ નહીં વધી શકાય

ભારતને વિકસિત અર્થવ્યવસ્થા બનવા માટે ક્રાંતિકારી આર્થિક પગલાં ભરીને તેના કારણે ઉભા થતા પરિવર્તનમાંથી પસાર થવું પડશે એમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ. સોમનાથને કહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આર્થિક વિકાસને વેગ આપવા માટે ટેકનોલોજી ક્ષેત્રે  પ્રગતિ અને ઉત્પાદનના વિકાસના મહત્વ પર ભાર મુકવો પડશે.  અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કની અવકાશ ક્ષેત્રમાં તેમના નવા સાહસ માટે પ્રશંસા પણ કરી હતી.

તેમણે કહ્યું કે મસ્કની સિદ્ધિએ ISRO સહિત વૈશ્વિક પ્રયાસોને પ્રેરણા આપી છે. સોમનાથને ગયા અઠવાડીયે દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT)ના ૧૩મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે દેશની આર્થિક હરણફાળ બાબતે ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે  'જો ભારત ત્રીજી, બીજી કે પ્રથમ સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા ઈચ્છે છે તો ચીલાચાલુ પરિવર્તનમાંથી બહાર નીકળીને ધરખમ ક્રાંતિકારી પરિવર્તન કરવું પડશે.  આર્થિક તાકાત વધારવી હશે તો  માત્ર વેપાર કે ફાઇનાન્સ ક્ષેત્રના વિકાસથી નહીં થાય પરંતુ આપણે ટેકનોલોજી ક્ષેત્રે નવા સંશોધનેા વિશ્વના તખ્તા પર મુકવું પડશે. વિશ્વને આંજી શકાય તેવા સંશોધન ભારતીય વૈશ્વિક બજાર મૂકશે તોજ તેની પ્રગતિ અન્ય દેશોની નજરમાં આવશે.

મસ્ક અંગે ઈસરોના વડાએ કહ્યું કે, 'ઈલોન મસ્ક પોતાના રોકેટથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. તે શું કરી રહ્યા  છે તેના પર યુરોપથી રશિયાથી લઈને ચીન સુધી દરેકની નજર છે.  મસ્ક એક મહાન વ્યક્તિત્વ  છે અને સ્પેસ રીસર્ચમાં નવા સંશોધનોના પગલે તેમને મળેલી  સિદ્ધિઓ અનુકરણીય છે. ઈસરોના વડાએ દેશના સફળ ચંદ્ર મિશનનો ઉલ્લેખ કરીને અવકાશમાં ભારતની તાજેતરની પ્રગતિનેા પણ ઉલ્લેખ કર્યો હતો.

સોમનાથની વાતમાં દમ છે. માત્ર આર્થિક સિદ્ધિઓથી વૈશ્વિક તખ્તા પર આગળ નહીં વધી શકાય તે માટે ભારતે પોતાના નવા સંશોધન કરવા પડશે.  આર્થિક ગતિ જાળવી રાખવા માટે સતત પ્રયત્નો અને ઇનોવેશનન જરૂરી છે.   સોમનાથ બહુ સ્પષ્ટ પણે માને છે કે ઇનોવેશન ઇઝ ધ કી ફોર પ્રોગ્રેસ.  આપણે  એવા સ્તરે પહોંચી ગયા છીએ જ્યાં આપણે પાંચમી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા છીએ, પરંતુ આગળ વધવા માટે આપણે આપણી ટેકનોલોજીનું નિર્માણ અને સુધારવું પડશે.વિજ્ઞાાનીઓએ  ફિઝિક્સ જેવા ક્ષેત્રોમાં નવા સંશોધનો  માટે સખત મહેનત કરવી પડશે.'સ્પેસ ક્ષેત્રે સરકાર સ્ટાર્ટઅપને આપેલા પ્રોત્સાહનની પણ તેમણે પ્રશંસા કરી હતી.  અવકાશમાં ખાનગી રોકાણ અને ભાગીદારીના મહત્વને માન્યતા આપી છે. આ વિકાસની ગતિને વેગ આપશે, ખર્ચમાં ઘટાડો કરશે અને આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતા માં વધારો કરશે.'' તેમણે યુવા ઇજનેરો અને વૈજ્ઞાાનિકોને નવીનતા લાવવા અને દેશને આગળ લઈ શકે તેવી ટેકનોલોજી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ધાટન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, જેઓ  IIIT દિલ્હીના ચાન્સેલર પણ છે, તેમણે પણ સભાને સંબોધિત કરી હતી.એ બાબતે સૌ સહમત છે કે ભારતે હવે ટેકનોલોજીનો ઉપયોગ અને ઇનોવેશન પર ભાર મુકવો પડશે.


Google NewsGoogle News