વજન ઘટાડવા માટે રામબાણ છે આ 5 યોગાસન, 10 જ દિવસમાં જોવા મળશે અસર
અમદાવાદ, 14 જૂન 2019, શુક્રવાર
દુનિયાના મોટાભાગના લોકોને સતાવતી શારીરિક સમસ્યાઓમાંથી એક છે સ્થૂળતા. અનિયમિત લાઈફસ્ટાઈલ, ખોરાકના કારણે યુવાનોની કાયા પણ સ્થૂળ થઈ જાય છે. આ ઉપરાંત સીડી ચઢવા કે ઉતરવામાં શ્વાસ ચઢવો, કમર અને પગમાં દુખાવા જેવી તકલીફો જ્યારે નાની ઉંમરમાં વજનના કારણે થઈ જાય ત્યારે સમયસર વધેલા વજનને કાબૂમાં લઈ લેવું જોઈએ. વજન જો નિયંત્રણમાં ન હોય તો તેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. વધેલા વજનના કારણે આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ વજન ઘટાડવા માટેનો સૌથી સરળ રસ્તો. આ ઉપાય એટલા અસરકારક છે કે તેની અસર તમને 10 દિવસમાં જ જોવા મળશે.
સૂર્ય નમસ્કાર
વજન ઘટાડવા માટે સૂર્ય નમસ્કાર સૌથી પ્રભાવી આસન છે. 1 સૂર્ય નમસ્કારમાં અલગ અલગ 12 આસન હોય છે. આ 12 આસનનો પ્રભાવ શરીરના દરેક ભાગ પર પડે છે. તેનાથી ગરદન, ફેંફસા, પાંસળા, સ્નાયૂ પણ મજબૂત થાય છે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.
ભુજંગાસન
આ આસનને કરવાથી શરીરમાં ઓક્સીજન ભરાય છે. આ આસન ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે. આ આસનને દિવસભરમાં 10 વાર કરવામાં આવે તો કૂલ્હા તેમજ પેટના નીચેના ભાગની ચરબી ઉતરી જાય છે.
ધનુરાસન
આ આસન વજન ઘટાડવાની સાથે સાથળ, પેડુ, છાતીનની વધારાની ચરબી પણ ઘટાડે છે. સામાન્ય કસરતો કરીને પણ શરીરના જે ભાગની ચરબી ઘટતી નથી તે ભાગની ચરબી આ આસનથી ઘટી જાય છે. આ આસન કરવાથી પેટમાં ખેંચાણ થાય છે અને શરીરમાં લચક આવે છે.
ત્રિકોણાસન
મહિનાઓથી કસરત કર્યા બાદ પણ વજન ઘટતું ન હોય તો આ આસન તમારા માટે એકમાત્ર ઉપાય છે. આ આસન નિયમિત કરવાથી શરીરની કેલેરી ઘટે છે. આસન શરૂ કર્યાના થોડા જ દિવસોમાં કમરની ચરબી ઘટવા લાગે છે.
વીરભદ્રાસન
આ આસનથી સાથળ, પેટ, નિતંબની ચરબી દૂર થાય છે. તેનાથી શરીરની આંતરિક શક્તિ પણ વધે છે. આ આસન નિયમિત કરનાર લાંબા સમય સુધી કામ કરે તો પણ થાક જણાતો નથી. આ આસન હાથના બાવળા અને ખભાને ટોન પણ કરે છે.