ભારતીય મહિલાઓમાં સૌથી વધારે હોય છે વિટામિન ડીની ઊણપ, આ રીતે રાખો ખ્યાલ
નવી દિલ્હી, 18 ઓગસ્ટ 2019, રવિવાર
બદલતી જીવનશૈલીના કારણે લોકો પોતાના આહારનું પણ ધ્યાન રાખતા નથી. તેમાં પણ મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સૌથી વધારે બેદરકાર રહે છે. તેના કારણે તેમના શરીરમાં કેટલાક પોષક તત્વોની ઊણપ રહે છે અને તેઓ શરીરથી ઝડપથી નબળી પડી જાય છે.
આવી બીમારીઓમાં સૌથી વધારે સામાન્ય છે નબળા હાડકાંની તકલીફ. આ તકલીફ વિટામિન ડી અને કેલ્શિયમની ખામીથી થાય છે. એક શોધ અનુસાર આ સમસ્યા સૌથી વધારે ભારતીય મહિલાઓને સતાવે છે. જો આ પ્રાકૃતિક ઉપાયો અપનાવવામાં આવે તો મહિલાઓના શરીરમાં વિટામિન ડીનું સ્તર વધારી શકાય છે.
સૂર્ય પ્રકાશ
ડોક્ટરો પણ માને છે કે વિટામિન અને કેલ્શિયમની ખામી દૂર કરવા માટે દવાઓ ખાવાની વધારે જરૂર નથી. સૂર્ય પ્રકાશથી શરીરમાં વિટામિન ડીની ઊણપ દૂર થઈ જાય છે. પરંતુ મહિલાઓ બહાર જતી વખતે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે જેના કારણે વિટામિન ડીની ખામી તેમના શરીરમાં જોવા મળે છે.
ભોજનનું રાખો ધ્યાન
મહિલાઓ જે દવાઓનું સેવન નથી કરતી તેમના માટે આહાર ખૂબ જરૂરી હોય છે. તેમણે પોતાના ભોજનમાં યોગ્ય પ્રમાણમાં વિટામિન અને કેલ્શિયમ લેવું જોઈએ.
વિટામિન ડીની ખામીથી થતા નુકસાન
વિટામિન ડીની ખામી શરીરમાં હોય તો કેલ્શિયમની ખામી થઈ જાય છે અને તેના કારણે હાડકાં નબળા થઈ જાય છે અને તેનું તુટવાનું જોખમ પણ વધી જાય છે. સ્થૂળતા, તાણ અને ડીપ્રેશન જેવી બીમારી પણ થી શકે છે.
કેવી રીતે જાણવું વિટામિન ડીની ઊણપ વિશે
જ્યારે શરીરમાં વિટામિન ડીની ઊણપ હોય તો થાક લાગે છે, સ્નાયૂમાં દુખાવો થાય છે, વારંવાર બીમારી થાય છે. આ ઉપરાંત વાળ ખરે છે, તાણ થાય છે, ઘા થાય તો તેને રુઝાવામાં સમય લાગે છે.