Get The App

તમે ઊંઘ ન આવે તે માટે ચા પીવો છો? જાણો ઊંઘ ઉડી જવા પાછળનું સાયન્સ

ચા પીવી કોને પસંદ નથી! લોકો દરેક મોસમમાં ચા પીવાનું પસંદ કરે છે

તેમજ લોકો લાંબી મુસાફરી દરમ્યાન જાગવા માટે પણ ચા પીતા હોય છે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
તમે ઊંઘ ન આવે તે માટે ચા પીવો છો? જાણો ઊંઘ ઉડી જવા પાછળનું સાયન્સ 1 - image


Cannot you sleep after drinking tea: જયારે આપને એક કપ ચા બનાવીએ છીએ ત્યારે તે ગરમા પાણીમાં 70-80 ટકા કેફીન ભળી જતું હોય છે અને આ કેફીન ધરાવતી ચા મગજને સતર્ક કરે છે. માણસને થાક એડેનોસિન નામના ન્યુરોમોડ્યુલેટરના લીધે લાગતો હોય છે. જે એક દિવસ કામ કરવાના કારણે આપણા શરીરમાં ન્યુરોમોડ્યુલેટર બને છે. જયારે એડેનોસિન રીસેપ્ટર્સ સાથે જોડાય છે ત્યારે આપણે થાક અનુભવીએ છીએ, જેથી ઊંઘ આવે છે. જોકે કેફીન અને એડેનોસિનના અણુ એકસરખા લગતા હોવાથી કેફીન એડેનોસિન રીસેપ્ટર્સની કન્ફયુઝ કરી દે છે અને  રીસેપ્ટર્સ સાથે જોડાય જાય છે. 

આ કારણે ઉડી જાય છે ઊંઘ 

માણસના શરીરમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં અન્ય કેફીન જેવાકે આલ્કોહોલ કરતા ચામાં રહેલા કેફીનની અસરકારકતા ઘણી ઓછી હોય છે. જે એક કલાકની અંદર જ શરીરની ચયાપચયની ક્રિયા દરમ્યાન ઓગળી જશે. આ સિવાય અન્ય પદાર્થ જેવા કે કોલા, ચોકલેટ કે અન્ય એનર્જી ડ્રીંક્સ કે સામાન્ય રીતે વપરાતા પીણાંમાં પણ કેફીનની માત્ર રહેલી હોય છે. આથી તેનું સાવન કરવામાં કાળજી રાખવાથી ઊંઘમાં બાધા ઓછી પડે છે.  જો કોઈ નિશ્ચિત માત્રામાં કેફીનનું સેવન કરવામાં આવે તો તેની અસર 3-4 કલાકમાં ઓછી થઇ જાય છે. તેમાં પણ લોકો અને તેમની તાસીર મુજબ કેફીનની પ્રતિક્રિયા બદલી રહેતી હોય છે. જે ઊંઘ ન આવવાનું કારણ બને છે.

આ વાતનું રાખો ધ્યાન 

સામાન્ય રીતે એક સ્વસ્થ માણસ માટે દરરોજ 200 -300  મિલીગ્રામ કેફીન સુરક્ષિત માનવામાં આવે છે. એમાં પણ જો તમને કોઈ ટેન્શનમાં હોય ત્યારે પણ ઊંઘ આવતી નથી. આ ઉપરાંત કેફીન લેવા માટે ખુબ સેન્સીટીવ હોય અથવા તો કોઈ દવાઓ લેતા હોય ત્યારે પણ ઓછી ચા ઓછી પીવી હિતાવહ છે. તેમજ ખાસ સુતા પહેલાની 4 કલાક અગાઉ પણ છ પીવાનું ટાળવું જોઈએ. જો તમારા શરીરમાં કેફીનની અસર નહીવત થતી હોય તો તમે કોઈપણ સમયે ચા પી શકો છો.     


Google NewsGoogle News