આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જતાં હોવ તો જાણી લેજો, આ બીમારીઓ કવર નથી થતી
PMJAY Scheme: વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડની શરુઆત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મફત સારવાર પૂરી પાડે છે. આ યોજના માટે કોઈપણ વયમર્યાદા નક્કી કરવામાં નથી આવી. આ સાથે પગારને લઈને પણ કોઈ સીધો નિયમ નથી. જોકે, આવકના દાખલાના હિસાબે આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
આ કાર્ડ હેઠળ લાભાર્થી કોઈપણ પ્રકારે ગંભીર બીમારીમાં 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર કરાવી શકે છે. જોકે, હૉસ્પિટલ સાથે જોડાયેલી અમુક સારવાર આ કાર્ડ અંતર્ગત સામેલ નથી થતી.
આ પણ વાંચોઃ CHAT તબીબી: ડાયાબિટીસને લગતી ગેરમાન્યતાઓ ખંડન કરતો અને સચોટ માહિતી આપતો એકમાત્ર શો
આ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત કવર નહીં થાય
- જો તમે આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જઈ રહ્યા છે, તો તમારે જાણવું જરૂરી છે કે કઈ પરિસ્થિતિમાં તમે વીમા કવર લઈ શકતા નથી.
- જો લાભાર્થીને આવી બીમારી છે, જેની સારવાર ઓપીડીમાં કરી શકાય છે.
- જે બીમારીની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, એવી સ્થિતિમાં વીમા કવર નહીં મળે.
- વીમા કવરમાં પ્રાઇવેટ ઓપીડી પણ સામેલ કરવામાં નથી આવી.
- જો તમે હૉસ્પિટલમાં ફક્ત ટેસ્ટ કરાવવા જાવ છો, તો એ પણ વીમા કવરમાં સામેલ નહીં થાય.
- જોકે, જો ડૉક્ટટરને બતાવ્યા બાદ તમે અમુક ટેસ્ટ કરાવો છો, તો તે વીમા કવરમાં સમાવેશ થશે.
આ પણ વાંચોઃ યુરિક એસિડથી છુટકારો મેળવવા માંગો છો? દરરોજ સવારે આ કામ કરો
આયુષ્માન કાર્ડના ફાયદા
- આ યોજના હેઠળ 3 દિવસનું pre-hospitalization અને 15 દિવસનું post- hospitalization સામેલ છે.
- આ યોજના હેઠળ તમામ ટેસ્ટનો સમાવેશ થાય છે.
- આ સાથે જ દવાઓ પર લગાવવામાં આવેલા ખર્ચને પણ સામેલ કરવામાં આવ્યો છે.
- દાખલ કરવામાં આવ્યા હોય ત્યારનો ખોરાક પણ વીમા કવરમાં સામેલ થશે.
- આ સિવાય યોગ્યતાને લઈને પણ અમુક સીમા નક્કી કરવામાં આવી છે.
કોને નહીં મળે લાભ?
આયુષ્માન કાર્ડની શરુઆત ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આ કાર્ડનો લાભ એવા લોકો લઈ શકશે, જે સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અથવા જે લોકો સમયાંતરે પોતાનો ટેક્સ ભરે છે. આ સાથે જ જો તમે ESISનો લાભ લઈ રહ્યા છો અથવા તમારા પગારમાંથી પીએફ કપાય છે, તો પણ તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો. વળી, સરકારી નોકરી ધરાવતા લોકો પણ આ કાર્ડનો લાભ નહીં લઈ શકે.