Get The App

કેટલી ઉંમરના બાળકને ટૂથપેસ્ટ વાપરવાનું શીખવી શકાય? ધ્યાન રહે કે દાંતને નુકસાન ન થાય

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
કેટલી ઉંમરના બાળકને ટૂથપેસ્ટ વાપરવાનું શીખવી શકાય? ધ્યાન રહે કે દાંતને નુકસાન ન થાય 1 - image
Image Envato 

New born kids Parent Tips:  માતા-પિતાને હંમેશા તેમના નાના બાળકની ચિંતા સતત રહેતી હોય છે. ક્યારેક તેમના મનમાં તેમના બાળકના આહારને લઈને સવાલો રહેતા હોય છે, તો ક્યારેક તેઓ તેમની સફાઈ વગેરે અંગે ઈન્ટરનેટ પર વિવિધ વસ્તુઓ શોધતા રહેતા હોય છે. અને તેમાં પણ એક પ્રશ્ન હોય છે, નાના માસૂમ બાળકને ટૂથપેસ્ટને લઈને. બાળકના માતા-પિતા જાણવા માંગતા હોય છે કે, કઈ ઉંમરથી તેમણે તેમના બાળક માટે ટૂથપેસ્ટનો ઉપયોગ શરૂ કરાવવો જોઈએ, જેથી તેના દાંતને કોઈ નુકસાન ન થાય? આવો અમે તમને આ પ્રશ્નનું સમાધાન કરાવીએ. 

ટૂથપેસ્ટ ઉપયોગ કરવાની યોગ્ય ઉંમર કઈ છે?

જેમ જેમ બાળકને દાંત આવવાના શરુ થવા લાગે છે, માતાપિતા તેના માટે ટૂથપેસ્ટ શોધવાનું શરૂ કરે છે. એટલે આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે બાળકને કઈ ઉંમરે ટૂથપેસ્ટ આપવી જોઈએ. ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે બાળક આઠથી બાર મહિનાનું થાય છે, ત્યારે તે તમને જોઈને વસ્તુઓ સમજવા લાગે છે. તેની સાથે-સાથે તેના દાંત પણ આવવા લાગે છે. એટલે તમે ટૂથબ્રશનો ઉપયોગ શરૂ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી બાળક 18 મહિનાનું ન થાય ત્યાં સુધી ટૂથપેસ્ટ શરૂ કરવી જોઈએ નહીં. આ કારણે નાનું બાળક ટૂથપેસ્ટ થૂંકી શકતું નથી અને ગળી જાય છે. જે યોગ્ય નથી. 

બાળકને કેટલી ટૂથપેસ્ટ આપવી જોઈએ?

બાળકને ટૂથપેસ્ટ આપવાની બાબતમાં જોઈએ તો, શરુઆતમાં બાળકને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગતો હોય છે, તેથી તે વધુ ટૂથપેસ્ટ લેવાની કોશિશ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકને ટૂથપેસ્ટની માત્રા એક વટાણાથી વધુ ન હોવી જોઈએ. બાળક ચાર વર્ષનું થાય ત્યાં સુધી ટૂથપેસ્ટની માત્રા વટાણાના દાણા જેટલી રાખવી જોઈએ.

આ બાબતોનું ખાસ ધ્યાનમાં રાખો

જ્યારે બાળક ટૂથપેસ્ટ સાથે બ્રશ કરવાનું શરૂ કરે ત્યારે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે, બાળક બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટને ગળી ન જાય. આ સિવાય બાળકને બ્રશ કરવાની ટેક્નિક પણ શીખવો. બાળક દિવસમાં ઓછામાં ઓછા બે વાર તેના દાંત સાફ કરાવવાની ટેવ પાડો. અને તેની ખાતરી કરો કે, જો બાળક બે વાર બ્રશ કરવાની આનાકાની કરે છે તો, તેને તેની પસંદગીનું બ્રશ લાવી શકો. આ સિવાય તમે ફ્લેવર્ડ ટૂથપેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે, તેમાં ફ્લોરાઈડ યોગ્ય માત્રામાં હોય.

બાળક માટે ટૂથબ્રશ કેવા પ્રકારનું હોવું જોઈએ?

જો બાળક ત્રણ વર્ષથી નાનું હોય તો તેને ફિંગર સ્લિપ ટૂથબ્રશ આપવું જોઈએ. આ પ્રકારના ટૂથબ્રશને તમારી નાની આંગળીના ઉપરના ભાગ પર રાખીને જોવો. જો તે  પ્રયાસ કરો. જો તે આરામથી ફિટ થઈ રહ્યું છે, તો આ બ્રશ બાળક માટે યોગ્ય રહેશે. હંમેશા ધ્યાનમાં રાખો કે, જ્યાં સુધી બાળકના દાંત ન નીકળે ત્યાં સુધી ટૂથબ્રશનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.


Google NewsGoogle News