Vitaminsથી જ ચાલે છે શરીર, જાણો કયા વિટામિન્સમાં કેવા કેવા રહેલા છે ગુણ

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિનની ખાસ જરુર હોય છે

વિટામિન એક રીતે ન્યુટ્રિશન છે જે શરીરને હેલ્દી બનાવવામાં કામ કરે છે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News

તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિનની ખાસ જરુર હોય છે, આ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ શુ તમે એ જાણો છે કે વિટામિન શું હોય છે અને આખરે તેનુ શરીરમા શું કામ હોય છે. 

વિટામિન એક રીતે ન્યુટ્રિશન છે જે શરીરને હેલ્દી બનાવવામાં કામ કરે છે. એક બેલેન્સ ડાયટ માટે દરેક વિટામિન્સની જરુર પડે છે. વિટામિન કેટલાય પ્રકારના હોય છે અને શરીર માટે દરેક લોકો માટે કોઈના કાઈ રીતે કામ આપે છે. જો કોઈને વિટામિનની કમી થઈ જાય તો તેનાથી જોડાયેલ સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. આવામાં તમારે એ જાણવું જરુરી છે કે ક્યા વિટામિનનો શું ઉપયોગ ક્યા કરવામાં આવે છે.

કેટલા પ્રકારના વિટામિન હોય છે

શરીરમાં અલગ અલગ ફંક્શનને બરોબર કામ કરતું રાખવા માટે લગભગ 13 પ્રકારના વિટામિન હોય છે. તેમા વિટામિન A, B (B6, B12, થાયમિન-B1, રાઈબોફ્લેવિન -B2, નિયાસિન-B3, પેથોજેનિક એસિડ B5, બાયોટિન B7, ફોલેટ B9), વિટામિન C, D, E અને K હોય છે. 

વિટામિન A: આંખો, દાંત, હાડકાં અને સ્નાયુઓને માટે મહત્વનું છે.

વિટામિન B6: વિટામિન B6 શરીરમાં લાલ રક્તકણોના બનાવવા માટે તેમજ મગજના ફંકશનને યોગ્ય રીતે કાર્યબદ્ધ રાખવા માટે વિટામિન B6 જરૂરી છે.

વિટામિન B12: સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે ચલાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેટાબોલિજ્મને મજબૂત બનાવવા અને લાલ રક્તકણોના નિર્માણ માટે ખૂબ જરૂરી છે.

વિટામિન C: વિટામિન C શરીરના ઘા મટાડવા, દાંતને મજબૂત રાખવા અને ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.  આ સિવાય શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. 

વિટામિન ડી: વિટામિન ડી હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે, કારણ કે તે કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે અને હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.

વિટામીન E:  વિટામિન E શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. ઉપરાંત તે શરીરને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે.

વિટામિન K: વિટામિન K શરીરમાં કોઈપણ પ્રકારની ઈજા પહોચે તેવા કિસ્સામાં લોહીને ગંઠાઈ જવા માટે કામ કરે છે. જો તેની ઉણપ થાય તો શરીરમાંથી લોહી નિકળવાનું બંધ નથી થતુ.

વિટામિન B1: ખોરાકમાંથી મળતા કાર્બોહાઇડ્રેટ્સને શરીરને મળે છે,  તેને ઊર્જામાં બદલવા માટે થાઇમિન એટલે કે વિટામિન B1ની જરૂર પડે છે.

વિટામિન B2: વિટામિન B2 શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે બી2 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાચન અને ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

વિટામીન B3: નર્વસ સિસ્ટમના કાર્યને મેન્ટેન રાખવા માટે અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે.

વિટામિન B5: મેટાબોલિઝમ બુસ્ટ કરવા માટે, હોર્મોન ઉત્પાદન અને કોલેસ્ટ્રોલનું લેવલ જાળવવા માટે જરૂરી છે.

વિટામિન B7: શરીરમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સના ચયાપચય અને હોર્મોન ઉત્પાદનમાં આવશ્યક હોય છે.

વિટામિન B9: લાલ રક્ત કોશિકાઓ ઉત્પાદન અને DNA માટે આ વિટામિન ખૂબ જરૂરી છે.


Google NewsGoogle News