જાણીતા ગાયિકા અલકા યાજ્ઞિકની ઘટનામાંથી શીખો, જાણો હેડફોનથી કેટલો સમય સાંભળવું જોઈએ?

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Alka Yagnik


How Long Should Wear Earphones: 90ના દાયકામાં બોલિવૂડના ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર સિંગર અલકા યાજ્ઞિકે એક દુર્લભ ન્યુરો સમસ્યાથી શ્રવણ શક્તિ ગુમાવી છે. 

અલકાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી જાણકારી 

આ બાબતની જાણકારી આપતા અલકાએ તેમના સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, વાયરલ એટેક પછી હું આ સમસ્યાથી પીડાઈ રહી છું. એક દિવસ ફ્લાઈટમાંથી બહાર આવતી વખતે મને અહેસાસ થયો કે હું સાંભળી જ નથી શકતી. જેથી મેં ડોક્ટરને બતાવતા જાણવા મળ્યું કે મને સેન્સોરિનરલ નર્વ હિયરિંગ લોસ નામની એક દુર્લભ બીમારીથી થઈ છે. આ સમસ્યા વિશે માહિતી આપતાં અલકાએ તેના ચાહકો અને સાથી કલાકારોને લાઉડ મ્યુઝિકથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી.

અલકા યાજ્ઞિકને કઈ બીમારી થઈ છે?

અલકા યાજ્ઞિક દુર્લભ સેન્સોરિનરલ નર્વ હિયરિંગ લોસ નામની દુર્લભ બીમારીથી પીડાય છે. આમાં, કાનથી મગજ સુધી જતી ચેતા ડેમેજ થઈ જાય છે. આ બીમારીના ઘણા કારણો હોય છે. જેમકે...

- વૃદ્ધાવસ્થાના કારણે જ્ઞાનતંતુઓને ડેમેજ થવા 

- વાયરલ ઇન્ફેકશનના કારણે મેનિન્જાઇટિસ, ઓરી અને મેનિયર રોગ જેવા રોગોન કારણે નસનું ડેમેજ થવું 

- માથા અથવા કાનમાં ઇજા થવાથી 

- કાનના કોષોને નુકસાન પહોંચાડતી અને બહેરાશનું કારણ બને તેવી અમુક દવાઓના કારણે 

- લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી 

અતિશય ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાથી પણ આ બીમારી થઈ શકે છે 

જો તમને હેડફોન કે મ્યુઝિક સિસ્ટમ પર પણ ઊંચા અવાજે ગીતો સાંભળવાની આદત હોય તો તમે આ બીમારીનો ભોગ બની શકો છો. આ બીમારીનું મુખ્ય કારણ કાનના મગજ સુધી પહોંચતી ચેતાને નુકસાન છે. જ્યારે તમે હેડફોન કે મ્યુઝિક સિસ્ટમ પર ઊંચા અવાજે મ્યુઝિક સાંભળો છો, ત્યારે આ ચેતાને નુકસાન થાય છે. તેથી લાંબા સમય સુધી હેડફોન પર ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાનું ટાળવું જોઈએ. 

ફ્રાન્સમાં 25% પુખ્ત વયના લોકો સાંભળવાની સમસ્યાથી પીડિત

ફ્રાન્સની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ (INSERM)દ્વારા કરવામાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે ફ્રાન્સમાં મોટી સંખ્યામાં લોકો હેડફોનના કારણે બહેરાશનો શિકાર બની રહ્યા છે. જેમાં ફ્રાન્સમાં 25% પુખ્ત વયના લોકો સાંભળવાની સમસ્યાથી પીડિત છે. એવામાં એ જાન્વ્યું ખૂબ જ જરૂરી છે કે હેડફોનનો ઉપયોગ કેટલો સમય કરવો જોઈએ. જેથી કાનને સુરક્ષિત રાખી શકાય.

હેડફોનથી કેટલો સમય સાંભળવું જોઈએ? 

ઈએનટી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ઈયરફોન, બડ્સ અથવા હેડફોનનો ઉપયોગ એક સમયે 15-20 મિનિટથી વધુ ન કરવો જોઈએ. આ પછી કાનને આરામ આપવો જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે થોડા સમય પછી ફરીથી ઇયરફોનનો ઉપયોગ કરી શકો છો. એમાં પણ હેડફોન અથવા ઇયરફોન દ્વારા 85dB કે તેથી વધુ વોલ્યુમમાં ગીતો સાંભળવાથી કાનને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઇયરફોનનો ઉપયોગ ફક્ત 60 ટકા વોલ્યુમ પર જ કરવો જોઈએ.

શું આ બીમારી મટાડી શકાય છે?

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, વાયરલ ઇન્ફેકશન જેવા કેટલાક કિસ્સાઓમાં સંભાળવાની શક્તિ ફરી મેળવી શકાય છે. જો કે સામાન્ય રીતે આ બીમારી કાયમી હોય છે, તેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી. પરંતુ બીમારીના લક્ષણોનો પ્રભાવ ઓછો કરવા લાઈફ સ્ટાઈલમાં થોડા ફેરફાર કરી શકાય છે. 

જાણીતા ગાયિકા અલકા યાજ્ઞિકની ઘટનામાંથી શીખો, જાણો હેડફોનથી કેટલો સમય સાંભળવું જોઈએ? 2 - image


Google NewsGoogle News