પેટના કેન્સરથી સાવધાન રહે આ ઉંમરની મહિલાઓ, જાણો શા માટે છે 'ખતરનાક'
Image:elements.envato
દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. કેન્સર પણ અલગ અલગ પ્રકારનું હોય છે. તેમાંથી એક છે ગેસ્ટ્રિક કેન્સર. ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે તે ઝડપથી ફેલાય છે. ગેસ્ટ્રિક કેન્સરને પેટનું કેન્સર પણ કહેવાય છે.
ગેસ્ટ્રિક કેન્સર કેટલું જોખમી?
ગેસ્ટ્રિક કેન્સર પેટના કોઈપણ ભાગમાં થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ કેન્સરના મોટાભાગના કેસ ગેસ્ટ્રોએસોફેગલ પાર્ટથી શરૂ થાય છે. આ પેટનો એ જ ભાગ છે જ્યાં ખોરાકનું વહન કરતી લાંબી નળી, એટલે કે ગ્રાસનળી પેટને મળે છે.
જો કે કોઈને પણ પેટનું કેન્સર થઈ શકે છે, પરંતુ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ કેન્સરનું જોખમ વધારે છે. એક અભ્યાસ પ્રમાણે મહિલાઓમાં આ કેન્સરને લઇને વધુ જોખમ દર્શાવ્યું છે.
ગેસ્ટ્રિક કેન્સરના લક્ષણો
ગેસ્ટ્રિક કેન્સર માત્ર પેટમાં જ નહીં પરંતુ શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો આ કેન્સર લસિકા ગાંઠો સુધી પહોંચે છે, તો ગઠ્ઠો બની શકે છે. તમે તેને ત્વચા દ્વારા અનુભવી શકો છો. જો કેન્સર યકૃતમાં ફેલાય તો ત્વચા અને આંખોની સફેદી પીળી થઈ શકે છે. જો કેન્સર પેટમાં ફેલાય તો તે પ્રવાહીથી ભરાઈ શકે છે. જેના કારણે પેટમાં સોજો જોવા મળે છે.
ગેસ્ટ્રિક કેન્સરના કારણો
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, મોટાભાગના કિસ્સાઓમાં પેટના આંતરિક સ્તરને નુકસાન થવાથી શરૂ થાય છે. પેટમાં ચેપ, લાંબા ગાળાની એસિડ રિફ્લક્સની સમસ્યા, વધુ પડતો નમકીન ખોરાક ખાવાથી પણ થઇ શકે છે.
કોને સૌથી વધુ જોખમ?
- જીવનશૈલી અને ખાનપાન ખરાબહોય તો કેન્સર થઇ શકે છે
- જે લોકોને ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ હોય છે તેમને ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ વધારે હોય છે.
- જે લોકો વધુ પડતું ધૂમ્રપાન કરે છે તેમને આ કેન્સરનું જોખમ વધારે હોય છે.
- 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ કેન્સરનું જોખમ વધારે
- ડોક્ટરના જણાવ્યા અનુસાર જો પરિવારમાં કોઈને પહેલા ગેસ્ટ્રિક કેન્સરની સમસ્યા થઈ હોય તો આ કેન્સર થઈ શકે છે.
નિષ્ણાતોના મતે જો પેટનું કેન્સર માત્ર પેટ પૂરતું જ સીમિત હોય તો તેની સારવાર સરળ છે.