ગમે તે જગ્યા પર ઉગી જાય છે આ સત્યાનાશી છોડ, જાણો કેટલો ઉપયોગી છે સ્વાસ્થ્ય માટે
સત્યાનાશીના આ છોડમાંથી ફુલ તોડવાથી પીળા રંગનો દુધ જેવો પદાર્થ નિકળતો હોય છે
આયુર્વેદમાં સત્યનાશી છોડના દરેક ભાગ એટલે કે પાંદડા, ફૂલ, દાંડી, મૂળ અને છાલ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે
Image Freepic |
તા. 11 સપ્ટેમ્બર 2023, સોમવાર
તમે ક્યાક ફરવા ગયા હોવ અથવા રસ્તે ચાલતા જતા હોવ ત્યારે આ પીળા કલરના ફુલવાળો છોડ અવશ્ય જોય હશે. તેના પર આવતાં પીળા રંગના ખૂબ જ સુંદર લાગતા ફુલ જોવા મળતા હોય છે. પરંતુ તેનુ નામ પુછવામાં આવે તો મોટાભાગનો લોકો નહી જાણતા હોય. તો કેટલાક લોકો તેને જંગલી છોડ માનતા હોય છે. પરંતુ તમને નહી ખબર હોય કે આ સુંદર છોડના કેટલાય ફાયદાઓ છે. આવો તેના ફાયદા વિશે જાણીએ.
કોઈ પણ પ્રકારની જમીન પર સરળતાથી ઉગી નીકળે છે અને તેનું નામ સત્યાનાશી છે
ઠેક ઠકાણે રસ્તા પર પોતાની જાતે ઉગી નિકળતાં આ છોડનું નામ સત્યાનાશી છે તેનો મતલબ કામ ખરાબ કરનારા વ્યક્તિથી હોય છે. એવો વ્યક્તિ કે જે કોઈના કામ ના હોય, જે દરેક કામ બગાડતો હોય એટલે કે જેનો કોઈ ફાયદો ન હોય તેને સત્યાનાશી કહેવામાં આવે છે. પરંતુ એક છોડ એવો પણ છે જે કોઈ પણ પ્રકારની જમીન પર સરળતાથી ઉગી નીકળે છે અને તેનું નામ સત્યાનાશી છે. સત્યાનાશીનો છોડ સામાન્ય રીતે તે રસ્તાના કિનારે, બંજર જમીનમાં, પથરીલી જમીનમાં જેવી વિવિધ જગ્યા પર ઉગી નીકળે છે.
સત્યાનાશીના આ છોડમાંથી ફુલ તોડવાથી પીળા રંગનો દુધ જેવો પદાર્થ નિકળતો હોય છે
સત્યાનાશી છોડ કેટલીયે પ્રકારની ઔષધીમાં કામ આવે છે. આ છોડને ઘણા બધા કાંટા હોય છે. અને તેના પર પીળા રંગના ફુલ આવે છે. તેની અંદરના ભાગમાં બેંગની રંગના બીજ હોય છે. તેના ફુલ અને ફળ તોડવાથી તેમાથી સફેદ રંગનો પદાર્થ નિકળતો હોય છે. પરંતુ સત્યાનાશીના આ છોડમાંથી ફુલ તોડવાથી પીળા રંગનો દુધ જેવો પદાર્થ નિકળતો હોય છે. આ પીળા રંગના પદાર્થને સ્વર્ણક્ષીર કહેવામાં આવે છે.
આયુર્વેદમાં સત્યનાશી છોડના દરેક ભાગ એટલે કે પાંદડા, ફૂલ, દાંડી, મૂળ અને છાલ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે
નિષ્ણાતોના મત પ્રમાણે સત્યનાશીના છોડના મૂળને પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવી પીવામાં આવે તો જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અથવા વારંવાર ઉધરસ આવતી હોય તેમના માટે આ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત જો કોઈને પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો સત્યનાશીના પીળા દૂધમાં ઘી મિક્સ કરીને આપવામાં આવે તો તેના દર્દમાં રાહત થાય છે. જેને પીળીયો થયો હોય દર્દીઓને સત્યનાશીના તેલમાં ગિલોયનો રસ મિક્સ કરી આપવાથઈ ફાયદો થાય છે. જો કે, સત્યનાશી છોડના ભાગોનું કોઈપણ સ્વરૂપમાં સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે.