દર વર્ષે લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે બ્રેસ્ટ કેન્સર,શા માટે ઓછી ઉંમરની મહિલાઓમા થઇ રહી છે આ બીમારી
ટીવી એક્ટ્રેસ હિના ખાને 28 મેના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી કે તે બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. હિના ખાનને સ્તન કેન્સર સ્ટેજ 3 છે જે ચિંતાજનક સ્થિતિ છે. સ્તન કેન્સર એક ખતરનાક રોગ છે, જે વિશ્વભરમાં દર વર્ષે લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે. ત્યારે સવાલ થાય કે, કેવી રીતે સ્ત્રીઓ નાની ઉંમરમાં બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે?
સ્તન કેન્સર શું છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. પહેલા સર્વાઇકલ કેન્સર હતું પરંતુ હવે વધુ મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર બની રહી છે. બ્રેસ્ટની અંદર જે ટિશ્યુ હોય છે તે ધીમે ધીમે ગાંઠ બને છે. ત્રીજા તબક્કામાં તેનું કદ બે થી પાંચ સેન્ટિમીટરથી વધુ વધે છે. તે બગલ (armpit)માં ગઠ્ઠાના રૂપમાં ફેલાય છે તેની સાથે, આક્સિલા (axilla ) માં પણ એક ગઠ્ઠો બને છે, જેને સ્ટેજ થ્રી કહેવામાં આવે છે, જે પાછળથી કેન્સરમાં ફેરવાય છે.
બચાવ
ત્રીજા તબક્કામાં ડાયરેક્ટ ઓપરેશન કરી શકાતું નથી. પરંતુ કેન્સરના ઈન્જેક્શન અને કીમોથેરાપી આપીને ટ્યુમરની ગાંઠને નાની કરવામાં આવે છે. જ્યારે ગાંઠનો ગઠ્ઠો નાનો થઈ જાય ત્યારે ઓપરેશન કરવામાં આવે છે. સ્તન કેન્સર શોધવા માટે, સૌ પ્રથમ આપણે મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે.
શું ઉંમર બ્રેસ્ટ કેન્સર સાથે જોડાયેલી છે?
ઉંમર સાથે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધે છે. મોટાભાગના બ્રેસ્ટ કેન્સર 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં થાય છે. જોકે, નાની ઉંમરની મહિલાઓમાં પણ સ્તન કેન્સર થઈ શકે છે. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામ કરો, તેમની નિયમિત તપાસ કરાવો. સફળ સારવાર માટે, આ રોગને શક્ય તેટલી વહેલી તકે શોધવું મહત્વપૂર્ણ છે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે હવે નાની ઉંમરની મહિલાઓને પણ કેન્સર થઈ શકે છે.