શું છે આભા કાર્ડ, કેવી રીતે મળે છે તેનો લાભ, કઈ રીતે કરશો અરજી

આ કાર્ડથી નંબરથી તમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુવિધાઓ લઈ શકશે.

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
શું છે આભા કાર્ડ, કેવી રીતે મળે છે તેનો લાભ, કઈ રીતે કરશો અરજી 1 - image
Image Twitter 

ABHA Card:શું હોય છે આ આધાર કાર્ડ? કેવી રીતે મળે છે, તેનો શું ફાયદો છે, અને કઈ રીતે તેની અરજી કરી શકાય છે.આવો તેના વિશે વિગતે જાણીએ. 

ભારતમાં અલગ-અલગ યોજનાઓને લઈને અલગ- અલગ કાર્ડ બનાવવામાં આવે છે. જેવા કે સ્વાસ્થ્ય યોજના માટે આયુષ્માન ભારત કાર્ડની યોજના છે. હાલ ભારતમાં આભા કાર્ડને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. શું છે આ આભા કાર્ડના ફાયદા અને તે કેવી રીતે મળે છે.

આભા કાર્ડનું નામ સાથે તેનું આખું નામ છે, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. આ કાર્ડ આયુષ્માન ભારત ડિજિટલ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે આ એક રીતે હેલ્થ કાર્ડ છે. 

આભા કાર્ડમાં 14 ડિઝિટનો નંબર હોય છે. આ એક રીતે એક ઓળખપત્ર તરીકેનું કામ કરે છે, એટલે કે આ કાર્ડથી નંબરથી તમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુવિધાઓ લઈ શકશે.

આ કાર્ડ દ્વારા તમે તમારા આરોગ્ય અંગેની પુરી જાણકારી એક જ જગ્યાએથી મેળવી શકશો અને તમારો મેડિકલ રેકોર્ડ પણ એક જગ્યા પર જ વ્યવસ્થિત રીતે સાચવી શકશો.  સાથે સાથે તેના દ્વારા હોસ્પિટલો અને ડોક્ટરો વિશે માહિતી મેળવી શકશો. 

આભા કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે આભાની અધિકૃત વેબસાઇટ https://ndhm.gov.in/ પર જવું પડશે. તે પછી તમારે આભા કાર્ડ બનાવવા માટે ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી પાસે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ નંબરથી આધાર કાર્ડ મેળવવાનું ઓપ્શન હશે. 



Google NewsGoogle News