વાયરલ ફીવર હોય તો નહાવું જોઈએ કે નહીં? જાણો ડૉક્ટર શું આપે છે સલાહ

વાયરલ ફીવરમાં હુંફાળુ પાણી અને સાબુથી નહાવુ જોઈએ જેથી કરીને ફ્રેસ થઈ જશો

વાયરલ ફીવર હોય ત્યારે માર્કેટમાં મળતી તાવ માટેની દવા લેવી યોગ્ય નથી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
વાયરલ ફીવર હોય તો નહાવું જોઈએ કે નહીં? જાણો ડૉક્ટર શું આપે છે સલાહ 1 - image


હાલમાં બદલાતા હવામાનના કારણે શરદી-તાવ સામાન્ય વાત થઈ ગઈ છે. અત્યારે ડબલ ઋતુમાં બદલાતી મોસમમાં વાયરલ ફીવરનો ખતરો ઘણો વધી ગયો છે. એવામાં સૌથી જરુરી છે કે પોતાની જાતને સાચવવી એજ મહત્ત્વનું છે. જે લોકોની ઈમ્યુનિટી મજબૂત હશે તેની તબિયત વારંવાર નહીં બગડે. સાથે તમે ગંભીર બીમારીઓથી બચીને રહેશો. પરંતુ હવે સવાલ એ થાય કે આ વાયરલ ફીવર અથવા બીમારીઓથી કેવી રીતે બચવું? વાયરલ ફીવર થવાથી શું-શુ કરવું જોઈએ? વાયરલ ફીવરમાં નહાવું  જોઈએ કે નહીં ?

વાયરલ ફીવર દરમિયાન નહાવું જોઈએ કે નહીં?

વાયરલ ફીવર દરમિયાન જ્યારે પણ તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે ડોક્ટર એક વાત જરૂર કહેતા હોય છે, કે નહાવું ખૂબ જ જરૂરી છે. વાયરલ ફીવરમાં સાફ-સફાઈનો ખ્યાલ રાખવો જોઈએ. તમે જેટલા ચોખ્ખા રહેશો તેટલા જલ્દી ઠીક થઈ જશો. વાયરલ ફીવરમાં હુંફાળુ પાણી અને સાબુથી નહાવુ જોઈએ જેથી કરીને ફ્રેસ થઈ જશો. તમે જેટલી તાજગી અનુભવશો તેટલા જલ્દી તમે ઠીક થઈ જશો. 

તાવમાં ઘરે બેઠા દવા લેવી યોગ્ય નથી 

નિષ્ણાતોના કહેવા પ્રમાણે જ્યારે વાયરલ ફીવર હોય ત્યારે માર્કેટમાં મળતી તાવ માટેની દવા લેવી યોગ્ય નથી. કારણ કે જો તમે આવુ કરશો તો બની શકે કે તમે લાંબા સમય સુધી તાવમાં રહો. તમારી જાતને બચાવવા માટે ગરમ પાણી, આદુવાળી ચા, ઉકાળો અને નાસ લઈ શકો છો. આ ઘરેલુ ઉપયારથી તમે ઠીક થઈ શકો છો, પરંતુ તેનાથી તાવ ઓછો નહીં થાય.એટલે તેના માટે યોગ્ય ઉપચાર કરાવવાની જરુર છે. 

કેમ વારંવાર તાવ આવે છે?

વાયરલ તાવ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. અને એકવાર કોઈને થઈ જાય તો પછી વારંવાર થવા લાગે છે. અને વળી જે વ્યક્તિની ઈમ્યુનિટી કમજોર હોય છે, તેને વારં-વાર વાયરલ ફિવરનો ખતરો રહે છે. 


Google NewsGoogle News