બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે Vitamin D ખૂબ જ મહત્વપૂર્ણ છે, જાણો મુખ્ય સ્ત્રોત
Vitamin D ને સનશાઈન વિટામિન પણ કહેવામાં આવે છે
બાળકોમાં શક્તિ અને તેમના વિકાસ માટે અતિ મહત્વનું છે
Image Freepic |
તા. 7 ડિસેમ્બર 2023, ગુરુવાર
બાળકોના સ્વાસ્થ્ય અને સંપુર્ણ વિકાસ માટે એક બેલેન્સ ડાયટ મુળભૂત જરુરીયાત છે. બેલેન્સ ડાયય બાળકોના શારીરિક વિકાસ અને ઈમ્યુનિટીને બરોબર કરે છે. તે સિવાય પણ બેલેન્સ ડાયટમાં કેટલીક મહત્વપુર્ણ પોષક તત્વો જેવા કે Vitamin D વગેરે પણ પુરતા પ્રમાણમાં આપવા જરુરી છે. અન્ય વિટીમિનની જેમ Vitamin D પણ સામાન્ય રીતે આપણા ભોજનમાં ભરપુર માત્રામાં નથી મળતા. તેથી આ વિટામિનની પુર્તતા કરવા માટે બાળકો પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ.
બાળકોના વિકાસ માટે Vitamin D નું મહત્વ
Vitamin D ને સનશાઈન વિટામિન પણ કહેવામાં આવે છે. બાળકોમાં શક્તિ અને તેમના વિકાસ માટે અતિ મહત્વનું છે. આ ચરબીમાં ભળી જતા વિટામિન માત્ર હાડકાની મજબૂતી માટે જ મહત્વના નથી, પરંતુ તે હોર્મોનના રૂપમાં વિવિધ શારીરિક કાર્યો પર પણ અસર કરે છે.
Vitamin D ના વિવિધ સ્ત્રોત
સુર્ય પ્રકાશ દ્વારા
સવારે સુર્ય પ્રકાશમાંથી તમારી ત્વચા Vitamin D મેળવી લે છે. રોજ સવારે માત્ર 15-20 મિનિટ તડકામાં ઉભા રહેવાથી શરીરને ભરપુર માત્રામાં Vitamin D મળી રહે છે.
યોગ્ય ખાન-પાન
Vitamin D તમારા ખોરાકમાં કેટલાક ફોર્ટિફાઇડ આહારનો સમાવેશ કરીને પણ મેળવી શકો છો. આ ઉપરાંત જો તમે માસાંહારી હોવ તો કેટલીક વિશેષ પ્રકારની દરિયાઈ માછલીનું સેવન કરવાથી મેળવી શકાય છે.
સપ્લીમેન્ટ તરીકે આનો ઉપયોગ કરી શકો છો.
ફોર્ટિફાઈડ દુધ: પૌષ્ટિક શરુઆત માટે રોજ એક ગ્લાસ દુધ (200 મિ.લી.)
ચરબીયુક્ત માછલી (75 ગ્રામ): માંસાહારીઓ માટે મેકરેલ (બાંગડા)/હિલ્સા જેવી માછલી.
મશરૂમ્સ (1 વાટકી): શાકાહારીઓ માટે સારો વિકલ્પ.
ફોર્ટિફાઇડ લસ્સી અથવા છાશ (200 મિલી): વિટામિન ડીનો તાજો સ્ત્રોત.
તળેલા ઈંડા (2): ઝડપી અને સરળ સ્ત્રોત.
પનીર ટિક્કા (100 ગ્રામ): એક સ્વાદિષ્ટ શાકાહારી વિકલ્પ.
સૂર્યપ્રકાશ: કુદરતી વિટામિન ડી માટે સવારે અથવા સાંજે 15-20 મિનિટનો સૂર્યપ્રકાશ લેવાથી મળી રહે છે.