Get The App

વિટામીન B12ની ઉણપથી શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, અવગણના કરવાથી આવી શકે છે ગંભીર પરિણામો

Updated: Jun 10th, 2022

GS TEAM


Google News
Google News
વિટામીન B12ની ઉણપથી શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, અવગણના કરવાથી આવી શકે છે ગંભીર પરિણામો 1 - image


- દૂધ, માંસ, માછલી, ઈંડા, ચીઝ, દહીં વગેરે વિટામીન B12નો સારો સ્ત્રોત ગણાય છે

અમદાવાદ, તા. 10 જૂન 2022, શુક્રવાર

શારીરિક સ્વાસ્થ્ય માટે વિટામીન B12 મહત્વનું પોષક તત્વ છે. તેની ઉણપથી શરીરનું એનર્જી લેવલ અને નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે. વિટામીન B12 અનેક ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે. આપણું શરીર ઉંમર વધવાની સાથે વિટામીન B12ને સંપૂર્ણ રીતે નથી શોષી શકતું. આ કરણે ઉંમર વધવાની સાથે ઘણીવાર શરીરમાં વિટામીન B12ની ઉણપ જોવા મળે છે. શરીરમાં વિટામીન B12ની ઉણપથી હેલ્થને લગતી અનેક સમસ્યાઓ જોવા મળે છે. જોકે કેટલાક શારીરિક લક્ષણોથી વિટામીન B12ની ઉણપ અંગે જાણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે વિટામીન B12ની ઉણપથી શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે અને આપણે તેને કેવી રીતે આળખી શકીએ છીએ.

વિટામીન B12ની ઉણપના લક્ષણોની ઓળખઃ

ત્વચાનું પીળું થવું 

તમારી ત્વચા જો પીળી પડી રહી છે તો તે વિટામીન B12ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. કારણ કે, B12ની ઉણપ થવાથી શરીરમાં હેલ્ધી રેડ બલ્ડ સેલ્સની પણ ઉણપ જોવા મળે છે. આ કારણે ત્વચા પીળી પડવા લાગે છે. 

માથાનો દુઃખાવો

સામાન્ય રીતે દરેકને ક્યારેક ક્યારેક માથાનો દુઃખાવો થતો હોય છે પરંતુ જો આ દુઃખાવો રોજ થાય તો તેનું કારણ વિટામીન B12ની ઉણપ હોઈ શકે છે. કારણ કે, વિટામીન B12નું લેવલ ઘટવાથી માથાનો દુઃખાવો થાય છે.

પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ

વિટામીન B12ની ઉણપ પેટની સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. જો તમને ઝાડા, કબજિયાત, પેટ ફૂલવું, પેટમાં ગેસ અને ઉબકાની સમસ્યા દર બીજા દિવસે થવા લાગે છે, તો તમારે વિટામીન B12 ઉપર ધ્યાન આપવું જોઈએ. 

ચક્કર આવવા

વિટામીન B12ની ઉણપના કારણે શરીરના કોષો સારી રીતે કામ નથી કરી શકતા. આ કારણે વારંવાર ચક્કર આવવા અને માથું ફરતું હોય તેવું લાગે છે.

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી

જો શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન B12 ન હોય તો કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે અસ્વસ્થતાનો અનુભવ થાય છે. તેમજ ખાસ કરીને વાંચવામાં મુશ્કેલી જોવા મળે છે.

આપણા આહારમાં વિટામીન B12ના સારા સ્ત્રોત ગણાતા દૂધ, માંસ, માછલી, ઈંડા, ચીઝ, દહીં વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં તેનો સમાવેશ કરવાથી વિટામીન B12ની ઉણપ સામે લડવામાં ફાયદો થાય છે. 

Tags :