ઓછી ભૂખ લાગી હોય ત્યારે આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો ટ્રાય કરી જુઓ, વજન ઘટાડવામાં પણ કરે છે મદદ
Image Source: Freepik
અમદાવાદ, તા. 10 મે 2023 બુધવાર
સાંજે 4-5 વાગતા જ તમને પણ ભૂખ લાગવાનું શરૂ થઈ જતુ હશે. જેને શાંત કરવા માટે સૌથી પહેલા ચા નું ઓપ્શન દેખાય છે અને તેની સાથે સમોસા, પકોડા, નમકીન કે ચિપ્સ જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. જોકે આ ફૂડને અનહેલ્ધી ગણવામાં આવે છે. તેથી સાંજની હળવી ભૂખને શાંત કરવા માટે આ હેલ્ધી ફૂડ ઓપ્શન અપનાવી જુઓ.
મખાના
મખાના પ્રોટીન અને ફાઈબરનો ખજાનો હોય છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો આને પોતાના ભોજનમાં જરૂર સામેલ કરો. તમે ઈચ્છો તો આને સામાન્ય ફ્રાય કરી શકો. ઉપરથી મીઠુ અને કાળુ મરચુ છાંટી શકો. જે બાદ આ વધુ સ્વાદિષ્ટ લાગશે.
મગ દાળની ચાટ
મગ દાળની ચાટ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સ્નેક છે. જેમાં તમે વિવિધ પ્રકારની શાકભાજી નાખી તેને વધુ ફાયદાકારક બનાવી શકો છો. મગ દાળની ચાટ પ્રોટીન, વિટામિન અને ફાઈબરથી ભરપૂર હોય છે પરંતુ ફેટમાં ખૂબ ઓછી. ભૂખ શાંત કરવા સાથે જ તેને ખાવાથી એનર્જી મળે છે અને વજન પણ ઘટે છે.
રાગી ચકરી
ક્રિસ્પી ચકરી પણ સાંજના નાશ્તાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આમ તો આને બેસન અને રાગીના લોટથી બનાવવામાં આવે છે અને મોટાભાગના સ્થળોએ આ સ્વાદ પસંદ પણ કરવામાં આવે છે. ઘરમાં બનાવી રહ્યા હોવ તો ફ્રાય કરવાના બદલે તેને બેક કરો.
કોર્ન ચાટ
કોર્ન ચાટ એક ખૂબ જ મશહૂર ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે. જેમાં કોર્ન સિવાય ટામેટા, ડુંગળી, ખીરા અને અમુક મસાલા નાખવામાં આવે છે. જે ટેસ્ટી પણ હોય છે અને હેલ્ધી પણ. આ સ્નેક વિટામિનમાં તો સારો હોય છે જ સાથે આમાં ફાઈબર, મિનરલ્સ, એન્ટીઓક્સિડેન્ટ્સનું પ્રમાણ હાજર હોય છે. થોડુ વધુ હેલ્ધી બનાવવા માટે તમે આમાં તમારી મનપસંદ શાકભાજી પણ મિક્સ કરી શકો છો.