કિડનીની તકલીફોથી બચવું હોય તો આ વસ્તુઓથી રહેજો હંમેશા દૂર
નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2019, શુક્રવાર
આપણા રોજના આહારની અસર સ્વાસ્થ્ય અને જીવન પર પ્રભાવ પાડે છે. ઘણીવાર અજાણતા આપણે એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે જે આપણા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે છે. તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ થાય છે. તો ચાલો આજે જાણીએ કે કઈ વસ્તુઓનું સેવન કરવાથી કિડનીની સમસ્યાઓ વધે છે. એટલે કે કિડની તકલીફ જેવી કે પથરીથી બચવું હોય તો કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં.
1. કેપ્સીકમનો ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. લોકો તેનો ઉપયોગ વધારે કરતા થયા છે. જોકે તેમાં ઓક્સલેટના ક્રિસ્ટલ્સ હોય છે. આ ક્રિસ્ટલ્સ શરીરમાં કેલ્શિયમ સાથે મળી જાય છે અને કેલ્શિયમને પણ ઓક્સલેટના ક્રિસ્ટલ બનાવી દે છે. જેને સામાન્ય ભાષામાં પથરી કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર જો કેપ્સીકમનું સેવન ઓછું કરવાથી પથરી થવાની સંભાવના ઘટી જાય છે.
2. ટામેટાનો ઉપયોગ શાક, દાળ, સલાડમાં ભરપૂર કરવામાં આવે છે. તેનાથી શાક, દાળનો સ્વાદ વધે છે. પરંતુ તેમાં જે બી હોય છે તે પથરી થવાનું કારણ બની શકે છે. તેનાથી ટામેટાનું સેવન પણ સાચવીને કરવું જોઈએ.
3. સીફૂડમાં પ્યરીન્સ પ્રચુર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી શરીરમાં યૂરિક એસિડ ઝડપથી વધે છે. આ યૂરિક એસિડ સ્ટોનનું રૂપ પણ લઈ શકે છે.
4. ચોકલેટ તો નાના મોટા સૌ કોઈને ભાવતી જ હોય છે. પરંતુ તેમાં પણ ઓક્સલેટનું પ્રમાણ વધારે હોય છે. એટલે જેમને પથરીની તકલીફ હોય તેમણે ચોકલેટથી પણ દૂર રહેવું જોઈએ.