Get The App

ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે બારમાસી

Updated: Nov 20th, 2018


Google NewsGoogle News
ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે બારમાસી 1 - image


અમદાવાદ, 20 નવેમ્બર 2018, મંગળવાર

બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખેલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેના કારણે વ્યક્તિ ઝડપથી બીમાર પડતી નથી.

જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેના માટે આ ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની 3 4 પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે. 

આ ઉપરાંત બારમાસીના 3 ફૂલને અડધા કપ પાણીમાં કાઢીને પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત 10 દિવસ કરવાથી લાભ થશે. 

જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ આ ફૂલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને દવા તરીકે લગાડવો. તેનાથી ઘામાં ઝડપથી રુઝ આવશે. ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ આ ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર થાય છે. 


Google NewsGoogle News