Roasted Food: રોસ્ટેડ ફૂડ ખાવાના છે અઢળક ફાયદા, જાણો તેને બનાવવાની સાચી રીત
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2023 ગુરૂવાર
વર્તમાન સમયની લાઈફસ્ટાઈલમાં આરોગ્યનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે અને આ માટે હેલ્ધી ડાયટ લેવુ પડે છે, નહીંતર આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે. ખાસ કરીને જો તમે વધુ મીઠું અને મસાલેદાર ફૂડ ખાશો તો હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી ફરિયાદ થઈ શકે છે, દરમિયાન આ માટે રોસ્ટેડ ફૂડ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
રોસ્ટેડ ફૂડ શા માટે ખાવુ જોઈએ
રોસ્ટેડ ફૂડનો અર્થ છે કે તે ભોજન જેને તેલના સ્થાને ડાયરેક્ટ આગમાં બનાવવામાં આવ્યુ હોય. આવુ કરવાથી ભોજનમાં પોષક તત્વોની ઉણપ થતી નથી અને બોડીને મેક્સિમમ ફાયદો મળે છે. જો આને ધીમે-ધીમે અને સામાન્ય તાપમાને બનાવવામાં આવે તો વધુ શ્રેષ્ઠ રહે છે.
રોસ્ટેડ ફૂડના ઘણા શ્રેષ્ઠ ફાયદા હોય છે, પહેલુ એ કે આ પ્રક્રિયાથી ભોજનનો સ્વાદ અને ગંધ સારી થઈ જાય છે, જેનાથી તેનું આકર્ષણ વધે છે અને લોકો તેને ખાવાની બમણી મજા માણી શકે છે. બીજુ એ કે રોસ્ટિંગ પ્રક્રિયાથી ખાદ્ય પદાર્થોમાં હાજર વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ યથાવત રહે છે, જેનાથી શરીરને તેની જરૂરિયાત પૂરી થાય છે. આ સિવાય રોસ્ટેડ ફૂડનું સેવન વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે કેમ કે આમાં ઓછુ તેલ હોય છે, આનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને તમારુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.
આ વાતનું ધ્યાન રાખો
ઘણા લોકો ચિકન, પનીર કે ઘણી અન્ય ખાદ્ય ચીજોને રોસ્ટ કર્યા પહેલા તેને તેલ અને મસાલાથી રેપ કરી દે છે. દરમિયાન હેલ્ધી ફૂડનું મિશન અધૂરુ રહી જશે. તેથી શ્રેષ્ઠ એ છે કે તેલ અને મસાલા ઓછી ક્વોન્ટિટીમાં વાપરો, ત્યારે જ તમારી હેલ્થને પૂરો ફાયદો મળી શકશે.