Get The App

Corona Update: કોરોનાના કેસમાં ફરી ઉછાળો, 24 કલાકમાં નવા 774 કેસ, 2નાં મોત

દેશમાં ફરી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવા લાગી છે

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
Corona Update: કોરોનાના કેસમાં ફરી ઉછાળો, 24 કલાકમાં નવા 774 કેસ, 2નાં મોત 1 - image


Corona Cases In India: ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોધાયા છે અને બે સંક્રમિત દર્દીઓના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર, કોરોનાની દર્દીઓની સંખ્યા 4,187 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં એક-એક કોરોનાના દર્દીનું મોત થયું છે.

92 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે

દેશમાં કોરોનાના સંક્રિય કેસની સંખ્યા વધીને 4,187 પહોંચી ગઈ છે. જેમાં 92 ટકા દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે, નવા JN.1 વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા નથી, સાથે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુદરમાં વધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કારણે એપ્રિલ-જૂન 2021માં મહામારી ખૂબ જ ખતરનાક સ્થિતિએ પહોંચી હતી. તે દરમિયાન 7મી મે 2021માં દેશમાં એક જ દિવસમાં કોરોનાના  4,14,188 નવા કેસ અને 3,915 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

વર્ષ 2020ની શરૂઆતથી છેલ્લા ચાર વર્ષમાં દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે અને 5.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈ અનુસાર, અત્યાર સુધીમાં 4.4 કરોડથી વધુ લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થયા અને રિકવરી રેટ 98.81 ટકા છે.


Google NewsGoogle News