Get The App

પેરાસિટામોલ કોમ્બિનેશન સહિત 14 પ્રકારની દવાઓ પર સરકારે મૂક્યો બૅન, માનવી માટે છે ખતરનાક

તેમાં નિમેસુલાઇડ અને પેરાસિટામોલ ડિસપર્સિબલટેબલેટ, ક્લોફેનિરામાઇન મેલિએટ અને કોડીન સીરપ સામેલ

સામાન્ય રીતે તાવ, માથાનો દુઃખાવો, માઈગ્રેન, મસલ્સ પેઈન, દાંતમાં દુઃખાવો, આર્થરાઈટિસ પેનમાં આ દવાઓ વપરાતી હતી

Updated: Jun 3rd, 2023


Google News
Google News
પેરાસિટામોલ કોમ્બિનેશન સહિત 14 પ્રકારની દવાઓ પર સરકારે મૂક્યો બૅન, માનવી માટે છે ખતરનાક 1 - image

image : Pixabay 


સરકારે 14 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs) દવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં નિમેસુલાઇડ અને પેરાસિટામોલ ડિસપર્સિબલટેબલેટ, ક્લોફેનિરામાઇન મેલિએટ અને કોડીન સીરપનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ દવાઓનો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ દવાઓના વિતરણ, ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ દવાઓ ગંભીર બીમારીઓને આમંત્રિત કરતી હતી 

સરકારે જારી કરેલી એક નોટિફિકેશનમાં આ વાત કહી હતી. નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે સરકારે આ પગલું ભર્યું છે. સામાન્ય રીતે તાવ, માથાનો દુઃખાવો, માઈગ્રેન, મસલ્સ પેઈન, દાંતમાં દુઃખાવો, આર્થરાઈટિસ પેન, સ્પોન્ડાઈલિટ્સ, ઓસ્ટિયો આર્થરાઈટિસ, પીરિયડનો દુઃખાવો વગેરેમાં નિમેસુલાઈડ અને પેરાસિટામોલના કમ્પોઝિશનવાળી દવાઓ લેવાય છે. આ દવાઓના બેફામ ઉપયોગી લીવર, કિડની અને હાર્ટ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 

યાદીમાં કઈ કઈ દવાઓ સામેલ 

આ યાદીમાં Nimesulide + Paracetamol ડિસપર્સિબલ ટેબલેટ્સ,  Chlopheniramine Maleate + Codeine Syrup, Pholcodine +Promethazine, Amoxicillin + Bromhexine અને Bromhexine + Dextromethorphan + Ammonium Chloride + Menthol, Paracetamol + Bromhexine+ Phenylephrine + Chlorpheniramine + Guaiphenesin અને  Salbutamol + Bromhexine સામેલ છે.  નિષ્ણાત સમિતિએ કહ્યું કે આવી ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી જ જનહિતમાં તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સરકારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ આવા FDC પર પ્રતિબંધ મૂક્યો હતો.

2016 લેવાયો હતો નિર્ણય

FDC ડ્રગ્સ એવી દવાઓને કહેવામાં આવે છે જેમાંબે અથવા બેથી વધુ API ફિક્સ્ડ રેશિયોમાં  હોય છે. 2016 માં સરકારે 344 દવાઓના સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. નિષ્ણાત સમિતિની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિની રચના સુપ્રીમ કોર્ટે કરી હતી. સમિતિએ કહ્યું કે આ દવાઓ કોઈપણ વૈજ્ઞાનિક ડેટા વગર દર્દીઓને વેચવામાં આવી રહી છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આ આદેશને પડકાર્યો હતો. હવે જે 14 FDCs પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે આ જ 344 ડ્રગ કોમ્બિનેશનનો હિસ્સો છે.

 

Tags :
governmentbanned14-Fixed-Dose-Combination

Google News
Google News