દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આંખમાં ઈજા ન પહોંચે તે માટે રાખો આ સાવધાની

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
દિવાળી પર ફટાકડા ફોડતી વખતે આંખમાં ઈજા ન પહોંચે તે માટે રાખો આ સાવધાની 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 02 નવેમ્બર 2023 ગુરૂવાર

દિવાળીની વાત જ કંઈક અલગ હોય છે. રોશનીનો આ તહેવાર સમગ્ર દેશમાં એક ખાસ અંદાજમાં મનાવવામાં આવે છે. ખાસ કરીને દિલ્હીમાં માહોલ જોવા લાયક હોય છે. આ તહેવાર ખૂબ મિઠાઈ, રંગોળી, ફેશન, દીવા અને આતિશબાજીથી ભરપૂર હોય છે પરંતુ આ દરમિયાન આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આતિશબાજી કરી રહ્યા હોઈએ તો તેમાં સાવધાની રાખવાની જરૂર છે કેમ કે આપણી આંખોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. દિવાળીમાં એવા ઘણા કિસ્સા આવે છે જ્યારે મોટાભાગના લોકોને આંખોમાં ઈજા પહોંચી જાય છે.  

દિવાળીની આતિશબાજીઓની વચ્ચે આંખમાં ઈજા પહોંચી જાય તો કરો આ ઉપાય

પર્યાવરણના અનુકૂળ ફટાકડા પસંદ કરવા, સુરક્ષાત્મક ચશ્મા પહેરવા, સુરક્ષિત અંતર જાળવી રાખવુ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી સાવધાનીઓ છે જે આંખ સંબંધિત દુર્ઘટનાઓના જોખમને ખૂબ ઓછુ કરી શકે છે.

ઈજા પહોંચે તો પેનિક ન કરો શાંત રહો

જો દિવાળીના ફટાકડાથી ઈજા પહોંચે તો પેનિક ન કરો. શાંત રહો. જેટલુ શક્ય હોય શાંત રહેવામાં જ ભલાઈ છે. ગભરામણથી સ્થિતિ બગડી શકે છે તેથી ઊંડા શ્વાસ લો અને સંયમ જાળવી રાખો.

આંખોને મસળો નહીં

જે આંખમાં ઈજા પહોંચી છે તેને વારંવાર ન સ્પર્શો અને મસળો નહીં કેમ કે વારંવાર સ્પર્શ કરવાથી આંખની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

આંખને ઠંડા અને સ્વચ્છ પાણીથી ધીમે-ધીમે ધોવો

જો આંખમાં કોઈ બહારના કણ કે ગંદકી જોવા મળી રહી છે, તો તેને સ્વચ્છ પાણીથી ધીમે-ધીમે ધોવો. નળના પાણીનો ઉપયોગ કરવાથી બચો કેમ કે જેમાં અશુદ્ધિઓ હોઈ શકે છે જે આંખોમાં વધુ બળતરા પેદા કરી શકે છે.

જે આંખમાં ઈજા પહોંચી છે તેને કવર કરી લો

ઈજા પહોંચેલી આંખને યોગ્ય રીતે કવર કરી લો જેથી તેમાં બળતરા ન થાય.

તાત્કાલિક ડોક્ટરને બતાવો

તાત્કાલિક ડોક્ટરને બતાવો. જો સારવાર ન કરવામાં આવે તો સામાન્ય ઈજા પણ દ્રષ્ટિને પ્રભાવિત કરી શકે છે. સંપૂર્ણ તપાસ અને યોગ્ય સારવાર માટે કોઈ આંખના નિષ્ણાતનો સંપર્ક કરો કે નજીકના હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં જાવ.

આંખમાં ઈજા પહોંચવા પર શું ન કરવુ

ઈજાને અવગણો નહીં

ગંભીરતા છતાં આંખની ઈજાને ક્યારેય પણ સામાન્ય માનીને અવગણો નહીં. સંભવિત જટિલતાઓને રોકવા અને દ્રષ્ટિની સુરક્ષા માટે ઝડપથી ડોક્ટર પાસે જરૂરી છે.

જાતે સારવાર ન કરો

કોઈ પણ ડોક્ટરી સલાહ વિના જાતે આઈ ડ્રોપનો ઉપયોગ કે મલમ લગાવવાનું ટાળો. તેનાથી ક્યારેક સ્થિતિ વધુ બગડી શકે છે. જો આંખમાં કોઈ કણ ચાલ્યુ ગયુ છે અને નીકળી રહ્યુ નથી તો તેને જાતે દૂર કરવાનો પ્રયત્ન ન કરો. તેનાથી વધુ નુકસાન થઈ શકે છે. તેના બદલે આંખને સ્થિર રાખો અને તાત્કાલિક ડોક્ટરી સહાય લો.


Google NewsGoogle News