Get The App

ઉનાળામાં ઊંઘ પૂરી ન થતાં હેપ્પી હોર્મોન્સ પર પડે છે તેની અસર, આ રીતે રાખો તેને બેલેન્સ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ઉનાળામાં ઊંઘ પૂરી ન થતાં હેપ્પી હોર્મોન્સ પર પડે છે તેની અસર, આ રીતે રાખો તેને બેલેન્સ 1 - image


Image: Freepik

Summer: તંદુરસ્ત રહેવા માટે હેલ્ધી ડાયટ અને દરરોજ એક્સરસાઈઝની સાથે સારી ઊંઘ લેવી ખૂબ જરૂરી માનવામાં આવે છે પરંતુ અત્યારે એવી ભયંકર ગરમી પડી રહી છે અને સાથે જ ઘણા શહેરોમાં કલાકો સુધી વિજળી પણ ગાયબ રહે છે. જેના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. ઊંઘ પૂરી ન થવાથી લોકોના મગજમાં કેમિકલ લોચો થઈ રહ્યો છે. મેડીકલ લેંગ્વેજમાં કહીએ તો લોકોનું સેરોટોનિન હોર્મોન ડિસ્બેલેન્સ થઈ રહ્યું છે. જેના કારણે ભૂલવાની બીમારી, ચિડીયાપણું, વધુ ગુસ્સો આવવો, ગભરામણ જેવા લક્ષણ જોવા મળી રહ્યાં છે. સેરોટોનિનને હેપ્પી હોર્મોન પણ કહેવામાં આવે છે. 

સેરોટોનિન હોર્મોનનું કામ

સેરોટોનિન એક કેમિકલ છે, જે મગજ અને સમગ્ર શરીરમાં તંત્રિકા કોશિકાઓની વચ્ચે સંદેશ પહોંચાડવાનું કામ કરે છે. જોકે સેરોટોનિન અન્ય પણ ઘણી ભૂમિકાઓ નિભાવે છે. તે કેમિકલ મૂડ, ઊંઘ, પાચન, ઉબકા, ઘા રુઝાવો, હાડકાની તંદુરસ્તી જેવા શારીરિક કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. આ તમારા સૂવા અને જાગવાના સમયને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે મેલાટોનિનની સાથે કામ કરે છે.

સેરોટોનિન હોર્મોનમાં ગડબડના લક્ષણ

તેની ઉણપ થવાથી મૂડ પર સીધી અસર પડે છે. જે ડિપ્રેશન, તણાવનું કારણ બની શકે છે. ખુશ, રિલેક્સ અને ભાવનાત્મક રીતે સ્થિર રહેવા માટે સેરોટોનિનની જરૂર પડે છે. સારી ઊંઘ ન લેવી, નશીલી દવાઓના ઉપયોગથી, મેદસ્વીપણું અને ખૂબ વધુ ખાંડ અને ફેટવાળી વસ્તુઓ ખાવાથી સેરોટોનિન હોર્મોન ડિસ્બેલેન્સ થવાનું જોખમ વધી જાય છે.

આ રીતે આ હોર્મોનને સંતુલિત રાખો

આ હોર્મોનને સંતુલિત કરવા માટે તમે કાજુ, અનાનસ, કેળા અને મગફળીને પોતાની ડાયટમાં સામેલ કરો. સાથે જ સૂવાના એક કલાક પહેલા ગેજેટ્સથી અંતર રાખો. દિવસમાં થોડો સમય એક્સરસાઈઝ માટે સમય કાઢો. ફળો સિવાય લીલા શાકભાજી પણ ખાવ.


Google NewsGoogle News