6 કલાકથી પણ ઓછી ઉંઘ લેતા હોવ તો ચેતી જજો, નુકસાન થશે મોટું

યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના મેડિસિન વિભાગમાં ઊંઘના નિષ્ણાતનો દાવો

ઓછી ઊંઘ લેવાથી યાદશક્તિ પર પડે છે અસર

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
6 કલાકથી પણ ઓછી ઉંઘ લેતા હોવ તો ચેતી જજો, નુકસાન થશે મોટું 1 - image


Less than 6 hours of sleep damages memory: અમેરિકન વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ ઊંઘને ​​લઈને દાવો કર્યો છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના મેડિસિન વિભાગમાંસ્લીપ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર, રાત્રે 6 કલાકથી ઓછી ઊંઘ લેવાથી વ્યક્તિની યાદો બનાવવાની અને ભવિષ્યમાં આ વસ્તુઓને યાદ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તેમજ ઓછી ઊંઘ દરેક વ્યક્તિને એકસરખી અસર કરતી નથી. પરંતુ તેની અસર મગજ પર ચોક્કસ થાય છે. જેના કારણે આપણે નાની-નાની બાબતો ભૂલી જઈ શકીએ છીએ જેમ કે ચાવી ક્યાં રાખવામાં આવે છે, કોઈ ચોક્કસ પરિચિતનું નામ શું છે વગેરે.

રેપિડ સ્લીપ માટે ખતરનાક

યોગ્ય ઊંઘ મળ્યા બાદ આપણું મગજ વીતેલા દિવસ દરમિયાન બનેલા ઘટનાઓને યાદ કરવાનું કામ કરે છે. જેને રેપિડ આઈ મૂવમેન્ટ (REM) કહેવામાં આવે છે. આ રેમ સ્લીપ ઊંઘની પ્રક્રિયા પૂરી થાય એ પછી થાય છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ REM સ્લીપ આપણા મગજમાં યાદોને કાયમ માટે સાચવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

મારી સામે બનતી વસ્તુઓ મને યાદ નહિ રહે 

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ન્યુરોલોજી અને ન્યુરોલોજીકલ સાયન્સના પ્રોફેસર સમજાવે છે કે, જો તમે સારી રીતે સૂતા ન હોય, તો તમે શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપવા માટે સંઘર્ષ કરશો. આપણું મગજ ત્યાં સંપૂર્ણ રીતે હાજર રહેશે નહીં, તેમાં નોંધાયેલી માહિતી પણ મર્યાદિત હશે. પરિણામે, તમને આ વસ્તુઓ અથવા માહિતી પછીથી યાદ રાખવામાં મુશ્કેલી પડશે.

6 કલાકથી પણ ઓછી ઉંઘ લેતા હોવ તો ચેતી જજો, નુકસાન થશે મોટું 2 - image



Google NewsGoogle News