પ્રસવ પીડા દરમિયાન ડૉક્ટર મહિલાઓને પહેરાવી રહ્યાં છે VR હેડસેટ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
વેલ્સ/લંડન, તા. 17 ઓગસ્ટ 2019, સો
બ્રિટનના વેલ્સની એક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓને દુખાવો ઓછો કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. અહીંની નેશનલ હેલ્થ સર્વિસે આ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરવાની સુવિધા પુરી પાડે છે. આ પહેલનો હેતુ એટલો છે કે લેબર રૂમમાં જતા પહેલા ગર્ભવતી મહિલાનું દુખાવા પરથી ધ્યાન દૂર કરવામાં આવે.
હેડસેટ પહેરતી વખતે સાત મિનિટનું એક સેશન હોય છે. જેમાં મહિલાઓનો ઉત્તર ધ્રુવની લાઇટિંગ (નોર્ધન લાઇટસ્ અથવા તો ઔરોરા બોરિએલિસ ), દરિયામાં તરવાનો અને પેંગ્વિનની વચ્ચે હોવાનો અનુભવ કરવામાં આવે છે. આ ઉપરાંત મનને શાંત કરે તેવા પ્રકારનું સંગિત સંભળાવવામાં આવે છે. હવે આ પ્રયોગ વેલ્સની સમગ્ર હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે વેલ્સમાં કાર્ડિફ યુનિવર્સિટી હોસ્પિટલમાં આ હેડસેટ પર શોધ પણ થઇ ચુકી છે જેમાં જાણવા મળ્યું છે કે વીઆર હેડસેટ પહેર્યા બાદ ગર્ભવતી મહિલા પ્રસવ દરમિયાન ઘણી શાંત રહે છે.