માથામાં ઠંડા તેલની માલિશ કરાવો છો? મગજની નસોને કરી દેશે બીમાર, BHUના ડૉક્ટરનો ચોંકાવનારો દાવો

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
માથામાં ઠંડા તેલની માલિશ કરાવો છો? મગજની નસોને કરી દેશે બીમાર, BHUના ડૉક્ટરનો ચોંકાવનારો દાવો 1 - image


નવી દિલ્હી,તા. ઓક્ટોબર 2023, સોમવાર 

આપણે પોતાની સ્કીનની જેમ વાળની પણ દેખભાળ કરતા હોઇએ છીએ, શેમ્પુથી લઇને તેલની માલિશ વાળની માવજત માટે કરીએ છીએ. પરંતૂ ઘણા લોકો હોય છે જે પોતાના માથાનો દુખાવો દુર કરવા કે થાક દૂર કરવા માટે ઠંડા તેલની માલિશ કરાવતા હોય છે. 

મળતી માહિતી પ્રમાણે માથામાં ઠંડા તેલની માલિશ હવે મગજના જ્ઞાનતંતુઓને બીમાર કરી રહ્યું છે? BHU હોસ્પિટલમાં  દરરોજ આવા દર્દીઓ દેખાઈ રહ્યા છે. આ દર્દીઓ માથાનો દુખાવો, નબળી દ્રષ્ટિ, બ્રેઈન હેમરેજ અને બ્રેઈન સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, આમાં સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ છે. છેલ્લા એક મહિનામાં આવા 50 જેટલા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. 

BHUના ન્યુરોલોજી વિભાગના વડા ડો.વી.એન.મિશ્રાએ જણાવ્યું હતું કે, બજારમાં અનેક બ્રાન્ડના ઠંડા તેલ વેચાય છે, પરંતુ તેમાં કપૂરનું પ્રમાણ વધુ હોવાથી આંખોની રોશની ઓછી થઈ રહી છે અને મગજના જ્ઞાનતંતુઓને લગતી અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે. તેલમાં કપૂરનું પ્રમાણ 11 MEQ હોવું જોઈએ, પરંતુ ઘણી બ્રાન્ડના તેલમાં આ પ્રમાણ 20 થી 25 MEQ હોય છે. જેના કારણે ઠંડુ તેલ નુકસાન કરી રહ્યું છે. ઠંડા તેલની આડઅસર ઘણી ખતરનાક છે. આ સિવાય તેમણે એ પણ જણાવ્યુ કે, 62 તેલ પર રિસર્ચ દરમિયાન કપૂરની વધુ માત્રા મળી આવી હતી.

ડ્રગ વ્યસન જેવું ઠંડા તેલનું વ્યસન

હોસ્પિટલમાં આવતા દર્દીઓના ફીડબેક બાદ જાણવા મળ્યું હતું કે, ઠંડા તેલના ઉપયોગને કારણે લોકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ડો.વી.એન.મિશ્રાના મતે ઠંડા તેલથી માથાનો દુખાવો અને થાકમાંથી તાત્કાલિક રાહત આપે છે, પરંતુ પાછળથી તે મગજના જ્ઞાનતંતુઓ માટે ઘાતક બની જાય છે. ઠંડા તેલનો ઉપયોગ વ્યસન સમાન છે.


Google NewsGoogle News