Get The App

સિકલ સેલ એનિમિયા: બ્લડ સાથે જોડાયેલી ગંભીર બીમારી, જાણો લક્ષણો અને સારવાર

Updated: Jun 19th, 2023

GS TEAM


Google News
Google News
સિકલ સેલ એનિમિયા: બ્લડ સાથે જોડાયેલી ગંભીર બીમારી, જાણો લક્ષણો અને સારવાર 1 - image


Image Source : Freepik

નવી દિલ્હી,તા. 19 જૂન 2023, સોમવાર 

સિકલ સેલ એનિમિયા એક એવો રોગ છે જેમાં શરીરમાં બ્લડ બનવાનું બંધ થઇ જાય છે. આ એક પ્રકારનો બ્લડ ડિસઓર્ડર છે જેમાં રેડ બ્લડ સેલ્સ પ્રભાવિત થાય છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 19મી જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સિકલ સેલ એનિમિયા શું છે? (Sickle Cell Anemia)

સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક રોગ છે. આ રોગમાં શરીરમાં હાજર લાલ રક્તકણોની રચના પર અસર થાય છે, જે આખા શરીરમાં ઓક્સિજનનું પરિવહન કરે છે. લાલ રક્ત કોશિકાઓ સામાન્ય રીતે ગોળાકાર આકારના અને લવચીક હોય છે જેથી તેઓ સરળતાથી રક્તવાહિનીઓમાંથી પસાર થઈ શકે. પરંતુ સિકલ સેલ એનિમિયામાં કેટલાક લાલ રક્તકણો ચંદ્રના આકારના હોય છે. તે ચીકણું અને સખત બની જાય છે, જે લોહીના પ્રવાહને ધીમું કરે છે, જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે અને ધીમે-ધીમે સિકલ સેલ ખત્મ થવા લાગે છે, જેના કારણે રેડ બ્લડ સેલ્સ ઘટવા લાગે છે. તેની અસર શરીરને ઉપલબ્ધ ઓક્સિજન પર પડે છે, યોગ્ય સારવાર ન મળવાથી વ્યક્તિના મૃત્યુની સંભાવના પણ વધી જાય છે. 

નિષ્ણાતોના મતે, આ એક આનુવંશિક સમસ્યા છે જે જન્મના સમયથી જ રહે છે. જ્યારે બાળક તેના માતાપિતા બંને પાસેથી સિકલ સેલ જીન્સ મેળવે છે, ત્યારે તેને સિકલ સેલ બીમારી થઇ જાય છે.

સિકલ સેલ એનિમિયાના લક્ષણો

  • હાડકાં અને સ્નાયુઓમાં સતત દુખાવો
  • પગ અને હાથમાં સોજો થવો
  • ચક્કર અને મૂંઝવણ
  • માથાનો દુખાવો અને આંખની સમસ્યાઓ
  • નબળાઈ અનુભવવી
  • સારવાર 

અત્યાર સુધી સિકલ સેલ રોગની કોઈ ચોક્કસ સારવાર નથી.  પીડિતના લક્ષણોના આધારે, તેને સારવાર આપી શકાય છે. સિકલ સેલ એનિમિયામાં વ્યક્તિએ લોહી ચડાવવું પડે છે, આ સિવાય બોન મેરો પણ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, જે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તેની ઘણી આડઅસરો પણ છે. 

Tags :