Get The App

દુનિયા માટે આ નવું ટેન્શન... જે વાયરસે કોવિડ-19 ફેલાવ્યો, હવે એ ઝડપથી જંગલી પ્રાણીઓમાં ફેલાયો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
દુનિયા માટે આ નવું ટેન્શન... જે વાયરસે કોવિડ-19 ફેલાવ્યો, હવે એ ઝડપથી જંગલી પ્રાણીઓમાં ફેલાયો 1 - image

Covid-19 Now Spread Rapidly Among Wild Animals: થોડા વર્ષ પહેલા જે કોરોના વાઇરસે પૂરી દુનિયામાં તબાહી મચાવી હતી અને જેના કારણે અનેક લોકોના મૃત્યુ થયા હતા. હવે કોવિડ-19 ફેલાવનારો SARS-CoV-2 વાઇરસ મનુષ્યોની વસાહતથી જંગલ તરફ આગળ વધ્યો છે. ઘણા જંગલી પ્રાણીઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે. કેટલીક પ્રજાતિઓમાં સંક્રમણ 60 ટકા સુધી જોવા મળ્યું છે. આ વિશ્વ માટે એક ચેતવણી છે.

મનુષ્ય આ વાઇરસને બમણું ફેલાવી શકે

જંગલોમાંથી લાવવામાં આવેલા 800 થી વધુ પ્રાણીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે તમામને રીહેબીલીટેશન સેન્ટરમાં રખાયા હતા. જ્યાંથી તેમની સારવાર કરીને પાછા જંગલમાં છોડી દેવા પડ્યા હતા. ત્યાં છ અલગ-અલગ પ્રજાતિઓના પ્રાણીઓ મળ્યા કે જેમાં એન્ટિબોડીઝ જોવા મળી હતી જે SARS-CoV-2 વાઈરસના સંક્રમણ પછી બની હશે. તેમને સંક્રમણ ક્યારે થયું તે બહાર આવ્યું નથી. મોટાભાગની સંક્રમિત પ્રજાતિઓ ઉત્તર અમેરિકાની છે. જો કે મનુષ્યોમાં ફરીથી સંક્રમણનો કોઈ પુરાવો હજુ સુધી નથી મળ્યો. જંગલોની આસપાસ જ્યાં પણ માનવીય પ્રવૃત્તિ વધુ છે, ત્યાં વાયરલ એન્ટિબોડીઝનું પ્રમાણ પણ ત્રણ ગણું વધારે જોવા મળ્યું છે. મનુષ્ય આ વાઇરસને બમણું ફેલાવી શકે છે. પ્રાણીઓથી મનુષ્યમાં સંક્રમણના ઘણા ઓછા કેસ છે. 

લક્ષણો બધા જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યા નથી

જે જંગલી પ્રાણીઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે તેમાં કોટનટેલ સસલા, રેકૂન્સ, પૂર્વીય ડીયર ઉંદર, વર્જિનિયા ઓપોસમ, ગ્રાઉન્ડહોગ્સ અને પૂર્વીય રેડ બેટ્સ(ચામાચીડિયા)નો સમાવેશ થાય છે. આ વાઇરસ અથવા તેના સંબંધિત લક્ષણો બધા જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યા નથી. જો મોટા માંસાહારી પ્રાણીઓ આ નાના પ્રાણીઓને ખાય છે અથવા તેમને પોતાનો શિકાર બનાવે છે. તો ભવિષ્યમાં તેના ફેલાવાનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચો: ડેન્ગ્યુ સિવાય આ બીમારીમાં પણ પ્લેટલેટ્સ ઘટી જાય તો મોતનું રહે છે જોખમ, જાણો લક્ષણો

મ્યુટન્ટ વાઇરસ મનુષ્ય પર ફરીથી હુમલો કરી શકે

વેક્સિનેશનના કારણે મનુષ્યો તો વાઇરસથી બચી ગયા હતા પરંતુ હવે આ વાઇરસ જંગલ તરફ ફેલાઈ રહ્યો છે. પ્રાણીઓની અંદર તેનું નવું મ્યુટેશન થઈ રહ્યું છે. કારણ કે તેમનો હોસ્ટ નવો છે. ભવિષ્યમાં આ મ્યુટન્ટ વાઇરસ નવી રીતે મનુષ્ય પર ફરીથી હુમલો કરી શકે છે.

તબાહીનું સ્તર વધુ ખતરનાક હોઈ શકે

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે બધા દેશોએ અને સરકારોએ કોવિડ-19 વાઇરસ અને તેના સંક્રમણના ફેરફાર પર સતત નજર રાખવી પડશે. જેથી ફરીથી મહામારી ન ફેલાય. જો અવું થશે તો આ વખતે તબાહીનું સ્તર વધુ ખતરનાક હોઈ શકે છે. કારણ કે મ્યુટેશન ક્યાં સ્તરનું છે, તે નક્કી કરી શકાયું નથી.

દુનિયા માટે આ નવું ટેન્શન... જે વાયરસે કોવિડ-19 ફેલાવ્યો, હવે એ ઝડપથી જંગલી પ્રાણીઓમાં ફેલાયો 2 - image


Google NewsGoogle News