અસ્થમાના દર્દીઓ માટે આ શાક છે રામબાણ ઈલાજ, તમારા ડાયટમાં કરો સામેલ

સરગવાના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે

સરગવો કેન્સરના જોખમથી પણ રક્ષણ આપે છે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
 
અસ્થમાના દર્દીઓ માટે આ શાક છે રામબાણ ઈલાજ, તમારા ડાયટમાં કરો સામેલ 1 - image
Image wikipedia

તા. 13 ઓક્ટોબર 2023, શુક્રવાર 

Effective for Asthma Patients Sargvao: વિવિધ રોગોમાં રામબાણ ઈલાજ ગણાતો સરગવો (Sargvao) અનેક ઔષધીય ગુણોના કારણે વિશ્વભરમાં જાણીતો છે. સરગવો સ્વાસ્થ્ય માટે દરેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોના કારણે ખૂબ જાણીતો છે. તેમા રહેલા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં ઉપયોગી થાય છે. 

સરગવાના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે

સરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ અકસીર માનવામા આવે છે. આ ઉપરાંત આંખના રોગોમાં સરગવો ફાયદાકારક ગણવામાં આવે છે. સરગવામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક રહે છે. સરગવાના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ (Cholesterol) ઓછુ થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તેમા રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ હાંકડાને મજબૂત બનાવે છે. 

સરગવો કેન્સરના જોખમથી પણ રક્ષણ આપે છે

સરગવામાં નિયાઝીમીસીન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેથી એવું પણ કહેવામાં આવે છે કે સરગવો કેન્સરના જોખમથી પણ રક્ષણ આપે છે. શીંગોમાં ફાઈબર પણ ભરપુર માત્રામાં રહેલી છે. જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. જો શરીરમાં આર્યનની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનુ સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે, અને હિમોગ્લોબિનની ઉણપ દુર થાય છે. 

અસ્થમાના દર્દીઓ માટે આ શાક છે રામબાણ ઈલાજ, તમારા ડાયટમાં કરો સામેલ 2 - image


Google NewsGoogle News