બેઠા બેઠા પગ હલાવવા એ કોઈ સામાન્ય આદત ન ગણતાં, તે કોઈ નર્વસ સિસ્ટમથી જોડાયેલી છે બીમારી હોઈ શકે છે
મેડીકલ સાયન્સમાં બેઠા બેઠા પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ RLS ના નામથી ઓળખાય છે
મોટાભાગે આ રોગ શરીરમાં આયરન ઓછુ થવાના કારણે થાય છે
Image Envato |
તા. 10 મે, 2023 બુધવાર
આપણે જોયુ હશે કે ઘણા લોકો ક્યાક બેઠા હોય ત્યા પગ હલાવતા જોયા હશે. ક્યારેક તમે પણ આ રીતે પગ હલાવ્યાનો અનુભવ કર્યો હશે. પરંતુ શુ તમે જાણો છો કે આ સામાન્ય લાગતી ઘટના સીધો સંબંધ તમારી નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. હા બિલકુલ સાચી વાત છે, સાયન્સ પ્રમાણે માનવામાં આવે તો આ કોઈ પગ હલાવવાની આદત કોઈ સારા સંકેત આપતા નથી. ખરેખર તો પગ હલાવવાની આદતને એક નવર્સ સિસ્ટમ સાથે જોડાયેલી બીમારી રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમના લક્ષણ તરીકે માનવામાં આવે છે.
રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ
મેડીકલ સાયન્સમાં બેઠા બેઠા પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ RLS ના નામથી ઓળખવામાં આવે છે. આ બીમીરી ઉંઘ ન આવવાનું કારણ હોય છે. ખરેખર, જ્યારે કોઈ માણસ માનસિક રીતે પરેશાન હોય છે. અથવા બાળપણથી ઊંઘ ન આવવાની બીમારી હોય છે, તો તે થોડાક સમય પછી રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમનો શિકાર થાય છે. આ બીમારીથી પીડાતા લોકો કાર્ડિયોવેસ્કુલર સંબંધિત રોગની ઝપેટમાં આવી જાય છે. આટલુ જ નહી સતત પગ હલાવવાથી બ્લડ પ્રેશરની સાથે સાથે દિલની ધબકારાની ગતિ પણ વધી જાય છે. જેના કારણે ચક્કર આવવાનો ખતરો પણ રહ્યા કરતો હોય છે.
કોનામા જોવા મળે છે આ પ્રકારનો રોગ
એક સંશોધન પ્રમાણે 10 ટકા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. અને મોટા ભાગે આ 35 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. અને પગ હલાવવાથી તેવા માણસોને સારુ ફિલિંગ આવે છે.
આયરનની ઉણપ હોવાથી આવુ થાય છે
જે વ્યક્તિને ઊંઘ ઓછી આવે છે અને થાક વધુ લાગે છે. મોટાભાગે આ રોગ શરીરમાં આયરન ઓછુ થવાના કારણે થાય છે. આ સિવાય પાર્કિસસ અને કિડનીની બીમારીના દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓના હોર્મોનલ ફેરફાર થવાના કારણે આવુ બનતુ હોય છે.
રોગનો ઉપાય
- 1. પોતાની આ આદત રોકવા માટે ચાલવાથી આ રોગમાં ફાયદો થશે. જ્યારે પણ તમને લાગે કે પગ હલાવવો છે તો તરત ચાલવાનું શરુ કરી દો.
- 2. જ્યારે પગ હલાવવાનું મન થાય ત્યારે ઉભા થઈ 5 મિનિટ માટે પગ લોક કરી દો. આ સિન્ડ્રોમમાથી બહાર નીકળવા માટે આ પહેલુ પગથિયુ છે.
- 3. નશીલા પદાર્થ લેવાનું બંધ કરી દો.
- 4. આયરનની દવા લેવી અને સાથે સાથે કોલ્ડ અને હોટ બાથનો સહારો લેવાનુ રાખો.
- 5. ચા અથવા કોફીની લેવાની જગ્યા પર એક્સરસાઈઝ અને યોગમાં ધ્યાન લગાવો.