આ ફળ દૂર કરશે ડાયાબિટીસ, કેન્સર, કમળા જેવા 17 રોગ
અમદાવાદ, 25 એપ્રિલ 2019, ગુરુવાર
ટામેટા જેવું દેખાતું આ ફળ નાનું હોય છે અને સ્વાદમાં ખાટું મીઠું હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ ફળમાં 64 કેલેરી, 1.5 ગ્રામ પ્રોટીન, 0.8 ગ્રામ ફેટ અને 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.
આ ઉપરાંત તેમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ફળ સ્વાસ્થ્યને સુધારે છે અને શરીરને અનેક રોગથી બચાવે છે. આ ફળને સામાન્ય બોલચાલની ભાષામાં રસભરી કહેવામાં આવે છે.
અનેક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે આ ફળ કાર્ડિયો વૈસ્કુલર સિસ્ટમને સુધારે છે. આ ઉપરાંત તેનાથી આર્થરાઈટિસ, વજન ઘટાડવા, આંખોનું તેજ વધારવા જેવા કામ પણ થાય છે. આ ફળ ડાયાબિટીસ સામે રક્ષણ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ફળ કઈ કઈ બીમારીઓમાં રાહત આપે છે જાણી લો વિગતવાર
હાડકા મજબૂત કરે છે
હાડકાની સમસ્યાથી ત્રસ્ત હોય તો આ ફળ તમને મદદ કરી શકે છે. તેનાથી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધે છે અને તેનું નિયમિત સેવન કરવાથી આર્થરાઈટિસ થી રક્ષણ થાય છે.
અનિંદ્રા
અનિંદ્રાની બીમારી હોય તેમણે પણ આ ફળ ખાવું જોઈએ. આ ફળનો ઉકાળો બનાવી અને રાત્રે પીવાથી ઊંઘ સારી આવે છે.
ચામડીના રોગ
ત્વચાના રોગ, ખંજવાળ જેવી તકલીફોમાં પણ આ ફળ ઉપયોગી છે. તેનો લેપ બનાવી અને સંક્રમિત જગ્યાએ લગાવવાથી ખંજવાળ આવતી નથી.
કિડની
રસભરીનું શાક બનાવીને ખાવાથી કિડની સાફ થાય છે. તેના સુકાવી અને તેને ખાવાથી પણ કિડનીની બીમારીઓ દૂર થાય છે.