શું છે ચામડીનો રોગ સોરાયસીસ? જાણો દર્દીઓએ આહારમાં શું ના લેવુ જોઇએ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
શું છે ચામડીનો રોગ સોરાયસીસ? જાણો દર્દીઓએ આહારમાં શું ના લેવુ જોઇએ 1 - image


Image:FreePik 

નવી મુંબઇ,તા. 1 નવેમ્બર 2023, બુધવાર 

સોરાયસીસ એક સ્કિન સંબંધીત બીમારી છે. આ બીમારી કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે. સૉરાયિસસ T લિમ્ફોસાઇટ્સ નામના કોષોને કારણે થાય છે,ઘણી વાર સ્કિન પર પોપડી તેમજ લાલ રંગના ડાધા ધબ્બાઓને વ્યક્તિ ઇગ્નોર કરે છે. આ સોરાયસીસના શરૂઆતના લક્ષણો હોઇ શકે છે. આ બીમારી ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોને વધારે થાય છે.

લક્ષણો

ડોકટરોના મતે, સોરાયસીસનું કોઈ એક કારણ નથી. આ એક ક્રોનિક સ્કિન ડિજીજ છે, તેથી તેની સારવારમાં પણ લાંબો સમય લાગે છે. તેની અસર શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. શરીર પર લાલ રંગના ધબ્બા દેખાય છે. આવી સ્થિતિમાં, જો શરીર પર લાંબા સમય સુધી લાલ ધબ્બા દેખાય છે, તો તમારે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. કારણ કે તેને સરળતાથી ઓળખી શકાતું નથી. બીજી એક વાત, આ સમયગાળા દરમિયાન ભૂલથી પણ કોઈ દવા કે ક્રીમનો ઉપયોગ ન કરવો જોઈએ.

શું સૉરાયિસસ જેનેટીક બીમારી છે?

ડોક્ટર્સનું કહેવું છે કે, ફેમિલી હિસ્ટ્રી એટલે કે આનુવંશિક કારણોસર પણ સોરાયસિસ થઈ શકે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. એવું કહેવાય છે કે જો પરિવારના કોઈપણ સભ્યને આ રોગ હોય તો તેનાથી અન્યને અસર થવાનું જોખમ પણ વધારે હોય છે. જો કે, ઘણા નિષ્ણાતો તેને આનુવંશિક રોગ માનવાનો ઇનકાર કરે છે. સૉરાયિસસ મોટાભાગના કેસો 20 થી 30 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે.

સોરાયસીસના દર્દીઓનો આહાર કેવો હોવો જોઈએ?

સોરાયસીસના દર્દીઓએ મેંદા, ચણા, વટાણા, અડદની દાળ વગેરે જેવી ખાદ્ય ચીજો ટાળવી જોઈએ.ફળોની સાથે મગની દાળ, દાળ, તમામ પ્રકારના લીલા શાકભાજીનો સમાવેશ કરી શકાય છે. સોરાયસીસના દર્દીઓએ તેમના આહારમાં અજવાઈન, વરિયાળી, હિંગ, કાળું મીઠું, જીરું, લસણ અને ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. 


Google NewsGoogle News