પ્રેગ્નેંટ ટ્રાંસજેંડર પુરુષો પર ડિપ્રેશનનું જોખમ વધારે : સર્વે
નવી દિલ્હી, 16 ઓગસ્ટ 2019, શુક્રવાર
પ્રેગ્નેંટ થતા ટ્રાંસજેંડર પુરુષોમાં ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે. એક સર્વેમાં જાણવા મળ્યાનુસાર ડિપ્રેશનનું જોખમ વધવાની સાથે તેમની સારવારમાં પણ સમસ્યાઓ વધારે આવે છે. આ સર્વે માટે એવા ટ્રાંસજેંડર પુરુષોનું મેંટલ હેલ્થ ચકાસવામાં આવી જે 35 વર્ષથી વધારે વયના છે અને ગર્ભધારણ કર્યો હતો.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, અમેરિકામાં 1.4 મિલિયન ટ્રાંસજેંડર્સએ પોતાનું ટ્રાંસિજન કરાવ્યું છે. પરંતુ અહીંના મેડિકલ પ્રોવાઈડર હાલ તેમને મેડિકલ આસિસ્ટેંસ આપવા અક્ષમ છે. આ સર્વેમાં એમ પણ જાણવા મળ્યું કે 28,000 ટ્રાંસ લોકોમાંથી 40 ટકા લોકોએ સરેરાસ 9 વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ આંકડા ત્યારે વધે છે જ્યારે ટ્રાંસજેંડર પ્રેગ્નેંટ હોય છે.
એક ટ્રાંસજેંડર પુરુષ સ્ત્રીના શરીરમાં કેદ થયા હોવાનું અનુભવે છે. તેઓ તેવામાં શરીરનું ટ્રાસિંજન કરાવે છે. આ પ્રક્રિયા એક લાંબો સમય લે છે. આ વચ્ચે ટ્રાંસજેન્ડર પુરુષ જેનું શરીર સ્ત્રીનું છે તે જો ગર્ભ ધારણ કરે તો શક્ય છે કે તે પોતાની જીંદગી સ્ત્રી તરીકે જ પસાર કરે તેવી સ્થિતી સર્જાય. આવા સમયે તે ડિપ્રેશનમાં જઈ શકે છે.
સર્વેમાં જાણવા મળ્યું કે 25 ટકા ટ્રાંસજેડર્સને હોસ્પિટલ કે મેડિકલ રુમમાં ખરાબ હેલ્થ કેરનો અનુભવ કરવો પડે છે. ગર્ભવતી ટ્રાંસજેંડર પુરુષને વધારે કેરની જરૂર પડે છે. જો કે તેમાંથી 64 પુરુષો ડોક્ટર પાસે વેજાઈનલ ડિલીવરી અને 25 ટકા સિઝેરિયન ડિલીવરીનો અનુરોધ કરે છે.