Get The App

વિમેન્સ ડે નિમિત્તે મહિલાઓને ફિટનેસ અંગે જાગૃત કરવા નીતા અંબાણીએ આપ્યો મેસેજ

Updated: Mar 8th, 2025


Google News
Google News
વિમેન્સ ડે નિમિત્તે મહિલાઓને ફિટનેસ અંગે જાગૃત કરવા નીતા અંબાણીએ આપ્યો મેસેજ 1 - image


Nita Ambani on International Women's Day : 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજે સમગ્ર દુનિયામાં મહિલાઓ દ્વારા આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય બિઝનેસવૂમન નીતા અંબાણીએ ખાસ કરીને મહિલાઓ માટે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોની મદદથી તેમણે મહિલાઓને ફિટનેસ અને હેલ્થ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

એજ ઈઝ જસ્ટ અ નંબર... 

નીતા અંબાણીએ મહિલાઓ માટે સ્ટ્રોંગર અભિયાનની શરૂઆત કરતાં વીડિયોના માધ્યમથી તમામ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપવા અપીલ કરી અને તેમના રોજિંદા કામના સમયમાંથી વર્કઆઉટ માટે સમય કાઢવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એજ ઈઝ જસ્ટ અ નંબર... 

મહિલાઓને આપ્યો મેસેજ 

નીતા અંબાણીએ વીડિયો દ્વારા મહિલાઓને પરિવારથી અલગ પોતાની જાત પર ખાસ ધ્યાન આપવા આગ્રહ કર્યો.  તેમણે કહ્યું કે મહિલાઓ હંમેશા પોતાને પ્રાધાન્ય આપતી જ નથી અને પોતાના માટે છેલ્લે વિચારે છે અને ધીરે ધીરે પોતાના શરીર અને પોતાની તકલીફોને તે ભૂલી જાય છે. જોકે હકીકત એ છે કે મહિલાઓએ સૌથી પહેલા પોતાનું ધ્યાન રાખવું. જો તમે 50 કે 60 વર્ષથી વધુ વયના થઈ ગયા છો તો જરૂરી છે કે તમે તમારા સ્વાસ્થ્યને લઈને એલર્ટ થઇ જાઓ. સમયની સાથે શરીરમાં ઘણાં ફેરફાર થાય છે. શરીરના સંતુલનથી લઈને ચાલવાની ગતિ પણ ધીમી થવા લાગે છે. શારીરિક શક્તિ અને મેટાબોલિઝમ ઘટવા લાગે છે. દિવસમાં તમે પણ પોતાની માટે 30 મિનિટનો સમય કાઢો. જો હું કરી શકું તો તમે કેમ નહીં? અઠવાડિયામાં ચાર દિવસ તો કસરત કરો. અમારા દ્વારા ચલાવાઈ રહેલા સ્ટ્રોંગર અભિયાનનો હિસ્સો બનો. 

વિમેન્સ ડે નિમિત્તે મહિલાઓને ફિટનેસ અંગે જાગૃત કરવા નીતા અંબાણીએ આપ્યો મેસેજ 2 - image

Tags :
Strong-HER-MovementNita-AmbaniInternational-Womens-DayRelianceBe-Unstoppable

Google News
Google News