સોશિયલ મીડિયાના દુષ્પરિણામ: ડિપ્રેશન અને અનિદ્રાથી બચવા માટે અપનાવો આ 5 ઉપાય
Image Envato |
Social Media Negative Effects: કેટલાક લોકો એવા હોય છે, જેમને સવારે ઉઠતાની સાથે જ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ચેક કરવાની આદત હોય છે, અને જો તેઓ આમ ન કરે તો તેમના મનમાં એક વિચિત્ર બેચેની અનુભવાતી હોય છે. આજના ડીજીટલ યુગમાં માણસ સોશિયલ મીડિયા પર એટલો નિર્ભર છે કે તેના વગર શું કરવું તેની તેને ખબર નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ તેનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા ચોક્કસપણે આપણને આપણા પરિવાર અને મિત્રો સાથે જોડવામાં મદદ કરે છે, પરંતુ તે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ભયાનક ખતરો બની ગયું છે.
સોશિયલ મીડિયાના દુષ્પરિણામ
મનોચિકિત્સકોના મત પ્રમાણે સોશિયલ મીડિયાના કારણે લોકોમાં ડિપ્રેશન, ચિંતા અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળી રહી છે. ઘણા લોકો લાઈક્સ, કોમેન્ટ્સ અને ફોલોઅર્સની જાળમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા છે અને બીજાની જીદંગી સાથે પોતાના જીવનની તુલના કરીને માનસિક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. પેન મેડિસિન અને મેક્લીન હોસ્પિટલના સંશોધન મુજબ સોશિયલ મીડિયા ચિંતા અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ છે.
આ રીતે સોશિયલ મીડિયાના વ્યસનથી છુટકારો મેળવો
- 1. આખા દિવસમાં તમે કેટલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તેને ટ્રેક કરો અને આખા દિવસમાં સોશિયલ મીડિયા પર એક કલાકથી વધુ સમય પસાર ન કરો.
- 2. તમારા ફ્રી ટાઈમમાં કુદરતી સૌંદર્ય માણો, પ્રકૃતિમાં સમય પસાર કરો, પુસ્તકો વાંચો અથવા કંઈક એવું કરો જેનાથી તમને ખુશી મળે.
- 3. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરો, તેમની સાથે તમારી લાગણીઓ શેર કરો અને જરૂર પડે તો તેમની મદદ લો.
- 4. રોજ સવારે યોગા, કસરત કરો, અને નિયમિત કસરત કરવાથી તણાવ દુર થાય છે, અને મૂડ સુધારવામાં મદદ કરે છે. તેથી, દરરોજ કસરત કરો. આ સિવાય ધ્યાન કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
- 5. રાત્રે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરો, કારણ કે તે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. સારા માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો.