મચ્છરોના આતંકથી પરેશાન છો, ઘરમાં લગાવી દો આ અસરકારક છોડ, નહીં ફરકે આસપાસ કોઈ જંતુઓ

વરસાદની સિઝનમાં હવામાં ભેજ હોવાના કારણે મચ્છરો (Mosquitoes)નો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી જાય છે.

ઘરમાંથી મચ્છરો ભગાડવા માટે ઓડોમોસ પ્લાન્ટ (Odomos Plant )નો ઉપયોગ કરી શકો છો.

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
મચ્છરોના આતંકથી પરેશાન છો, ઘરમાં લગાવી દો આ  અસરકારક છોડ, નહીં ફરકે આસપાસ કોઈ જંતુઓ 1 - image
Image Envato 

તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

વરસાદની સિઝન (Rainy season)માં હવામાં ભેજ હોવાના કારણે મચ્છરો (Mosquitoes)નો ઉપદ્રવ મોટા પ્રમાણમાં વધી જાય છે. જેના કારણે ઘરમાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. મચ્છરો (Mosquitoes) કરડવાથી ઝેરી તાવ (fever), મેલેરિયા (malaria), ડેંગુ (dengue) અને વાઈરલ તાવ (viral fever)નું પ્રમાણ વધી જાય છે. તેમા પણ ડેંગુનો તાવ તો એટલો ખતરનાક છે કે તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તમારા પરિવાર સાથે પણ આવી કોઈ ઘટના ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે. ઘરમાં મચ્છરો ન ફેલાય તેની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે. તેના માટે અમે એવા બે છોડની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ઘરમાં લગાવવાથી એક પણ મચ્છર નજીક નહી આવે.

ઓડોમોસ પ્લાન્ટ (Mosquito Repellent Plants citronella)

ઘરમાંથી મચ્છરો ભગાડવા માટે ઓડોમોસ પ્લાન્ટ (Odomos Plant For Mosquito)નો ઉપયોગ કરી શકો છો. આ છોડને સિટ્રોનેલા નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડની ઊંચાઈ ખૂબ ઓછી હોય છે. એટલે તેને આસાનીથી ઘરમાં ઉગાડી શકાય છે. આ છોડની ખાસિયત એ છે કે તેને 2-3 દિવસ પાણી ન આપો તો પણ તેને કોઈ ફરક પડતો નથી. 

સ્મેલથી દુર ભાગે છે મચ્છરો

આ છોડના પાંદડાઓમાંથી ઓડોમોસ જેવી સુગંધ નીકળતી હોય છે. જેના કારણે મચ્છરો દુર ભાગે છે. વધુમાં મચ્છરોને ભગાડવા માટે તમે આ છોડના પાંદડાને શરીર પર ઘસવાથી અથવા તો તેના પાંદડાને તેલ બનાવી તેનો ઉપયોગ કરી શકો છો.  

આ છોડથી જંતુઓને હોય છે એલર્જી

ફુદીનાના છોડથી પણ મચ્છરો (Mosquito Repellent Plants) દુર ભાગે છે. વાસ્તવમાં આ એક નોન-ટોક્સિક પ્લાન્ટ છે. જેને ઘરમાં લગાવવાથી જંતુઓ નજીક આવતા નથી. તેમજ ફુદીનાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ સારુ માનવામાં આવે છે. મચ્છરોથી મુક્તિ મેળવવા માટે આ છોડ ઘરમાં લગાવી શકાય છે. આ છોડ મચ્છરો તેમજ કીડી- મકોડા દુર રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News